અમદાવાદ 'રંગ મોરલા' ગરબાના સ્ટેજ પર જાહેરાતથી વિવાદ બાદ આદિત્ય ગઢવીની ચોખવટ, કહ્યું- 'એ મારો મેસેજ નહતો'

અમદાવાદના 'રંગ મોરલા' ગરબા મહોત્સવમાં RJ આકાશે વિધર્મીઓને બહાર નીકળવા કહેતા વિવાદ સર્જાયો હતો. આદિત્ય ગઢવી અને RJ આકાશે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી, ગઢવીએ કહ્યું કે આ તેમનો સંદેશ નહોતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 15 Oct 2026 11:17 PM (IST)Updated: Thu, 15 Oct 2026 11:17 PM (IST)
aditya-gadhvi-issues-clarification-on-rang-morla-ahmedabad-garba-controversy

Rang Morla Garba Controversy: ગુજરાતના જાણીતા લોકગાયક આદિત્ય ગઢવીના ગરબા મહોત્સવનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં જાણીતા એન્કર આર.જે. આકાશ લઘુમતી સમાજના લોકોને ગરબા સ્થળેથી બહાર નીકળી જવાનું કહેતા સંભળાયા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો હતો. જેના પગલે આદિત્ય ગઢવી અને આર.જે. આકાશે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પષ્ટતા કરી છે.

હકીકતમાં અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર 'રંગ મોરલા' નામે આદિત્ય ગઢવીના ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબામાં ગઈકાલે બ્રેક દરમિયાન જાણીતા આર.જે. આકાશે સ્ટેજ પરથી જાહેરાત કરી હતી કે, જો ગરબામાં કોઈ વિધર્મી હોય, તો તે નીકળી જાય. જો કોઈ વિધર્મી જણાય તો હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરી શકો છો. વિશ્વ હિન્દુ પરિષદની ટીમ કાર્યરત છે.

અમદાવાદની હોટલમાં યુવતી પર દુષ્કર્મઃ ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા ચેન્નઈના કાસિમે 10 દિવસ ગોંધી રાખીને શારીરિક શોષણ કર્યું


ઈવેન્ટ સ્થળે જે બન્યું, તે મારો સંદેશ નથીઃ આદિત્ય ગઢવી

આર.જે. આકાશ દ્વારા કરવામાં આવેલા એલાનને લઈને વિવાદ વકરતાં આદિત્ય ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકીને સ્પષ્ટતા કરી છે. જેમાં ગાયકે જણાવ્યું છે કે, હું એક કલાકાર છું અને ગર્વ અનુભવતો હિન્દું છે. નવરાત્રીએ મારા માટે વર્ષના સૌથી પવિત્ર દિવસો છે. માઁ અંબેની સામે હજારો લોકોની વચ્ચે ગાવું એ મારા માટે આશીર્વાદરૂપ છે.

 

ગરબાએ ક્યારેય કોઈની અટક નથી પૂછી. જે કોઈ વ્યક્તિ માતાજી પ્રત્યે પ્રેમ અને આદર સાથે ગરબામાં આવે છે, તો તેમનું સ્વાગત છે. ઈવેન્ટના સ્થળે જે કંઈ બન્યું, તે મારો સંદેશ નહતો. કેટલાક લોકોએ બેકસ્ટેજ પર કબજો કરી લીધો અને મારા પ્લેટફોર્મનો ઉપયોગ એવું કૃત્ય કરવા માટે કર્યો, જે હું ક્યારેય ના કરું.



નફરત ફેલાવવાની ગણતરી નહતીઃ આર.જે

બીજી તરફ આર.જે. આકાશે પણ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે લખ્યું છે કે, નફરત ફેલાય તેવું કરવાની ગણતરી ક્યારેય ના હોય. આ શબ્દો મારા મોંઢેથી બોલાયા જરૂર છે, પરંતુ તે મારો અંગત અભિપ્રાય નથી. મારા મોંઢે આવા શબ્દો ના શોભે.