Malhar Thakar and Puja Joshi Wedding: ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ પૂજા જોષી આજે લગ્નના બંધનમાં બંધાશે. અત્યારે બંનેના લગ્નની સેરેમની શરૂ થઈ ગઈ છે. ગઈકાલે મલ્હાર ઠાકર અને પૂજા જોષીની હલ્દી સેરેમની યોજાઈ હતી. જેમાં બંનેના પરિજનો અને મિત્રોએ એન્જોય કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.





હલ્દી સેરેમનીમાં મલ્હાર અને પૂજા ગીત ગાતા-ગાતા ડાન્સ કરી રહ્યા છે. બંનેએ ટ્રેડિશનલ કપડાં પહેર્યા છે. આ સાથે તેમના પરિજનો અને મિત્રો પણ ડાન્સ કરી રહ્યા છે. મહત્ત્વનું છે કે, આજે મલ્હાર ઠાકર અને પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાશે. આજે મોટાભાગના ગુજરાતી સેલેબ્રિટી આ લગ્નમાં હાજર રહે એવી શક્યતા છે.