Temples: ધોળકાના ત્રાંસદમાં 108 દેશના મુખ્ય તમામ મંદિરની પ્રતિકૃતિ વાળું મંદિર તૈયાર કરાયું, 58 એકર વિસ્તારમાં થયું નિર્માણ

આ મંદિર રાજ્યનું સૌથી મોટું અને એક સાથે 108 દેવીદેવતાનું ભેગું મંદિર હોય તેવું એકમાત્ર મંદિર છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 09 Mar 2025 09:24 PM (IST)Updated: Mon, 10 Mar 2025 10:00 AM (IST)
a-temple-with-replicas-of-all-the-major-temples-of-108-countries-was-prepared-in-the-dholka-district-built-on-an-area-of-15-acres

Temples: ધોળકાના ત્રાંસદ ખાતે આવેલા ઈન્દ્રશીલ શાંતિવનમાં સનાતન ધર્મ મંદિરના સંકુલના મુખ્ય મંદિરમાં દુર્લભ અને ઉર્જાવાન સ્ફટિક શિવલિંગનીમુર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે, સાથે સાથે ગણપતિ ભગવાન, શ્રીરામ દરબાર, શ્રીરાધા-પુરુષોત્તમ ભગવાન, આધ શક્તિ મા અંબા ઉપરાંત ભારતભરના પ્રસિદ્ધ 84 પવિત્ર મંદીરોની પ્રતિકૃતિઓ સ્થાપિત કરવામાં આવી છે.

આ મંદિર રાજ્યનું સૌથી મોટું અને એક સાથે 108 દેવીદેવતાનું ભેગું મંદિર હોય તેવું એકમાત્ર મંદિર છે, મંદિર ફરતે આઠ દિપાલ (આઠ દિશાઓના અધિપતિ)ની મૂર્તિઓ આવેલ છે.

naidunia_image

આ શાંતિવનમાં 52 જેટલા પાણીના ફુવારા અને તેનાથી બનેલું સ્થિર જળકુંડ છે. જળકુંડનો ચોરસ મંડળ તથા તથા પવિત્ર અને કલ્યાણકારી શ્રીયંત્રના આકારમાં વિકસવાયેલ ઉધ્યાન આ સ્થાનની શોભા, ઉર્જા ઉભી કરવામાં આવે છે. 58 એકર વિસ્તારમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, 1 લાખથી વધુ વૃક્ષો વાળું ઓક્સિજન પાર્ક પણ તૈયાર કરવામાં આવ્યું છે.

naidunia_image

ભગવદ્ગીતાના 87 શ્લોકોનો પ્રદક્ષિણાપથ તૈયાર કરાયો
કલાત્મક સ્તંભો પર કોતરવામાં આવેલા શ્રીમદ્ ભગવદ્ગીતાના 87 શ્લોકોનો પ્રદક્ષિણાપથ છે, જે સામાન્ય માણસના જીવનને પણ એક નવી પ્રેરણા અને ઉર્જા પ્રદાન કરે છે. જડીબુટ્ટીઓના રૂપમાં વૃક્ષો અને છોડવાઓ આ સંશોધનનો એક અતૂટ હિસ્સો રહેલ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના પરિક્રમા પથને સમાંતર એક ઔષધિય અને આધ્યાત્મિક મૂલ્યો ધરાવતા 87 જાતની વનસ્પતિઓ ઉછેરવામાં આવી છે. આ મંદિરના ફરતે તુલસી, ડમરો, ચંદન, કમળ, આમળા, બોરસલી, અમલતાસ, ડમરો, કદંબ, જાંબુ વગેરે વૃક્ષોના છોડ ઉગાડવામાં આવ્યા છે.

naidunia_image

શાંતિવનમાં ભગવાન વિષ્ણુના દસ અવતારોની પ્રતિકૃતિ પ્રસ્થાપિત કરાઈ છે. સાથે સાથે ભારતીય નાટ્ય અને યોગ શાસ્ત્રની મુદ્રાઓ, રામાયણ અને મહાભારતનું ચિત્રાત્મક નિરૂપણ, ગ્રામીણ સંસ્કૃતિને દર્શાવતા શિલ્પો, 300 જેટલા વ્યક્તિઓની ક્ષમતાવાળુ એમ્ફિથિયેટર વગેરે પણ વિશેષ આકર્ષણો છે, જે આ સ્થાનની શોભામાં અનેકગણો વધારો કરે છે અને લોકોને તેની મુકાલાત લેવા પ્રેરે છે.