Khyati Hospital Scandal: ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજ્ય સરકારની મોટી કાર્યવાહી, PM-JAY યોજનામાંથી સાત હોસ્પિટલને કરાઇ સસ્પેન્ડ

ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત નીપજ્યાં બાદ PM-JAY યોજનાનો ગેરલાભ ઉઠાવવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. જેથી રાજ્ય સરકારે PM-JAY યોજનામાંથી કેટલીક હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 19 Nov 2024 11:11 AM (IST)Updated: Tue, 19 Nov 2024 11:15 AM (IST)
7-hospitals-including-khyati-hospital-suspended-from-pmjay-scheme-after-ahmedabad-scandal
HIGHLIGHTS
  • PM-JAY યોજનામાંથી અમદાવાદની ત્રણ અને રાજકોટની એક હોસ્પિટલ સસ્પેન્ડ
  • ડો. પ્રકાશ વઝીરાણી સહિત 4 ડોક્ટરોને સ્પેશિયલિસ્ટ ડોક્ટરમાંથી સસ્પેન્ડ કરાયા

Ahmedabad Khyati Hospital: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત બાદ મેડિકલ કાંડ બહાર આવ્યું હતું. સરકારી યોજનાનો લાભ લેવા માટે હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ કરી દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેને પગલે રાજ્ય દ્વારા આકરા પગલા ભરવામાં આવ્યા છે. સરકારે ખ્યાતિ હોસ્પિટલ સહિત 7 જેટલી હોસ્પિટલોને PM-JAY યોજનામાંથી સસ્પેન્ડ કરી છે. તેમજ ડો. પ્રશાંત વઝીરાણી સહિત 4 ડોક્ટરોને સ્પેશિયાલિટી ડોક્ટરની શ્રેણીમાંથી સસ્પેન્ડ કરાયા છે.

આ સાત હોસ્પિટલોને કરાઇ સસ્પેન્ડ
રાજ્ય સરકાર દ્વારા PM-JAY યોજનામાંથી જે સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. તેમાં 3 હોસ્પિટલ અમદાવાદની છે. જ્યારે સુરત, વડોદરા, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાની એક-એક હોસ્પિટલનો સમાવેશ થાય છે.

naidunia_image

આ ચાર ડોક્ટરોને સ્પશિયાલિસ્ટ ડોક્ટરમાંથી કરાયા સસ્પેન્ડ

naidunia_image