સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સ્વામિનારાયણ મંદિર દિલ્હીનો 48મો પાટોત્સવ ઉજવાયો

સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના અનુભવની વાણી વચનામૃતમાં જણાવ્યું છે કે, મનુષ્યે આચારસંહિતા રૂપ શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન જીવવું. મનુષ્યમાં સત્સંગ, શાંતિ અને વિવેક હોવો અનિવાર્ય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 21 Oct 2026 09:48 PM (IST)Updated: Wed, 21 Oct 2026 09:48 PM (IST)
48th-patotsav-of-the-swaminarayan-mandir-in-delhi-under-the-swaminarayan-gadi-sansthan-was-celebrated

Swaminarayan Mandir:સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ મંદિર, દિલ્હીનો 48મો પાટોત્સવ, આરતી, પૂજન, ભવ્ય અન્નકૂટ, ભકિત સંગીત, સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાની વાતોની પારાયણ તથા મુકતજીવન સ્વામીબાપાની વાતોની પારાયણ તથા વૈશ્વિક શાંતિ માટે મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

 જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, અવગુણ માને કરીને આવે છે. સત્સંગથી મનુષ્યમાં વિવેક આવે છે, વિવેક મનુષ્યની શોભા છે અને તે શાંતિપ્રિય હોય છે.

સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના અનુભવની વાણી વચનામૃતમાં જણાવ્યું છે કે, મનુષ્યે આચારસંહિતા રૂપ શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન જીવવું. મનુષ્યમાં સત્સંગ, શાંતિ અને વિવેક હોવો અનિવાર્ય છે.

આ પ્રસંગે મહંત ભગવત્પ્રિયદાસજી સ્વામી, મહંત શ્રી ધર્મનંદનદાસજી સ્વામી, મહંત દિવ્યવિભૂષણદાસજી સ્વામી, મહંત સચ્ચિદાનંદદાસજી સ્વામી, સં. શિ. શરણાગતવત્સલદાસજી સ્વામી તથા સંતવૃંદ પણ પધાર્યા હતા. ઘણી મોટી સંખ્યામાં દેશ વિદેશના હરિભક્તોનો સમુહ પણ ઉપસ્થિત રહ્યો હતો.