Gujarat Police Recruitment: ગુજરાતમાં પોલીસ વિભાગની ખાલી પડેલી 3800 જગ્યા પર ભરતી થશે, સરકારનું હાઈકોર્ટમાં સોગંધનામું

ડિસેમ્બર 2024 સુધીમાં 3800થી વધુ ASI હેડ કૉન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે. જ્યારે આગામી માર્ચ-2025 સુધીમાં 1414 PI અને PSIને પ્રમોશન આપવામાં આવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 18 Oct 2024 06:11 PM (IST)Updated: Fri, 18 Oct 2024 06:11 PM (IST)
3800-vacancies-of-police-department-will-be-recruited-in-gujarat-government-submits-affidavit-in-high-court
HIGHLIGHTS
  • સરકારે હાઇકોર્ટમાં ભરતી અને બઢતી અંગે આપી વિગત
  • માર્ચ 2025 સુધીમાં 1414 PI અને PSIને પ્રમોશન

Gujarat Police Recruitment 2024: પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. હાઈકોર્ટના નિર્દેશ બાદ ગુજરાત સરકારે પોલીસ ભરતી અંગે જાહેરાત કરી છે. જેમાં ગુજરાત રાજ્યના પોલીસ વડાએ હાઈકોર્ટમાં સોગંધનામું રજૂ કરીને આગામી સમયમાં 3800 પોલીસ કર્મચારીઓની ભરતી કરવાની ખાતરી આપી છે.

હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા આગામી ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ 2026ના સપ્ટેમ્બર મહિના સુધીમાં તમામ પદ પર ભરતી પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

પોલીસ ભરતીના કેલેન્ડર વિશે ખાતરી આપતા સરકારી વકીલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવ્યું કે, પોલીસ વિભાગના તમામ પદો પર 2026 સુધીમાં ભરતી પૂર્ણ કરી લેવામાં આવશે. આ સિવાય વિવિધ પદ માટેની ફિઝિકલ ટેસ્ટ નવેમ્બર-ડિસેમ્બરમાં પૂર્ણ કરીને જાન્યુઆરીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે.

જ્યારે ડિસેમ્બર-જાન્યુઆરીમાં લેખિત પરિક્ષા પૂર્ણ કરાશે અને લેખિત OMRનું પરિણામ ફેબ્રુઆરી સુધીમાં જાહેર કરશે. આ ઉપરાંત ફેબ્રુઆરી સુધીમાં સબ્જેક્ટિવ લેખિત પરીક્ષા લેવાશે અને જુલાઈ સુધીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે. ઓગસ્ટ સુધીમાં ભરતી અંગેનું ફાઈનલ મેરિટ તૈયાર કરાશે અને સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ ફેઝની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે.

રાજ્ય સરકારે જણાવ્યું કે, ડિસેમ્બર 2024 સુધીમાં 3800થી વધુ ASI હેડ કૉન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે. જ્યારે આગામી માર્ચ-2025 સુધીમાં 1414 PI અને PSIને પ્રમોશન આપવામાં આવશે.