GSRTC Bharti 2025: GSRTC કંડક્ટર ભરતીમાં 3518 ઉમેદવારો પાસ, 25 માર્ચથી 4 એપ્રિલ સુધી કરવામાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન

પાસ થયેલા ઉમેદવારોએ તમામ જરૂરી દસ્તાવેજો સાથે જણાવેલી તારીખે અને સમયે હાજર રહેવું. હાજર ન રહી શકે તો 5 એપ્રિલ સુધીમાં ચકાસણી કરાવી શકે છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 21 Mar 2025 12:36 PM (IST)Updated: Fri 21 Mar 2025 12:36 PM (IST)
3518-candidates-clear-gsrtc-conductor-recruitment-document-verification-from-march-25-to-april-4-495092
HIGHLIGHTS
  • GSRTCની વેબસાઈટ પર ઉમેદવારોની યાદી મુકવામાં આવી

GSRTC Conductor Driver Bharti 2025: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડક્ટર કક્ષાની O.M.R. આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ લેખિત પરીક્ષામાં જેમાં 3518 ઉમેદવારો પાસ થયા છે. GSRTC કંડક્ટર ભરતી માટે દસ્તાવેજ ચકાસણી 25 માર્ચથી 4 એપ્રિલ 2025 સુધી અમદાવાદમાં થશે. ઉમેદવારોએ તમામ જરૂરી દસ્તાવેજો સાથે આપેલ તારીખે અને સમયે હાજર રહેવું. હાજર ન રહી શકે તો 5 એપ્રિલ સુધીમાં ચકાસણી કરાવી શકે છે.

નિગમની જાહેરાત ક્રમાંક: GSRTC/202324/32 હેઠળ 29 ડિસેમ્બર 2024ના રોજ લેવાયેલી પરીક્ષાનું પરિણામ અને દસ્તાવેજ ચકાસણી માટે પાત્ર ઠરેલા ઉમેદવારોની યાદી નિગમની વેબસાઈટ https://gsrtc.in પર મૂકવામાં આવી છે. જેમાં ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.

જાતિ પ્રમાણપત્ર ચકાસણી
સરકારની જોગવાઈ અનુસાર અનુસુચિત જાતિ (SC), અનુસુચિત જનજાતિ (ST) અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) ના ઉમેદવારોને નિમણૂક આપતા પહેલાં જાતિ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે. આ કેટેગરીના ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે પોતાના જાતિ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે.

જાતિ પ્રમાણપત્રોની ચકાસણી માટેનું ચેકલિસ્ટ પણ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. GSRTC કંડક્ટર ભરતી માટે દસ્તાવેજ ચકાસણી 25 માર્ચથી 4 એપ્રિલ 2025 સુધી અમદાવાદમાં થશે. ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોની સામે તેમણે કઇ તારીખે દસ્તાવેજ ચકાસણી માટે ઉપસ્થિત રહેવાનું છે તે જણાવવામાં આવ્યું છે. ઉમેદવારોએ તમામ જરૂરી દસ્તાવેજો સાથે જણાવાવમાં આવેલી તારીખે અને સમયે હાજર રહેવું. હાજર ન રહી શકે તો 5 એપ્રિલ સુધીમાં ચકાસણી કરાવી શકે છે.

દસ્તાવેજ ચકાસણીની તારીખ અને સ્થળ

  • તારીખ: 25/03/2025 થી 04/04/2025 સુધી
  • સ્થળ: ટ્રેનિંગ સેન્ટર, મધ્યસ્થ યંત્રાલય, નરોડા (પાટિયા), અમદાવાદ
  • દરેક ઉમેદવારને તેમના નામ સામે દર્શાવેલી તારીખ અને સમયે હાજર રહેવાનું રહેશે.

જરૂરી દસ્તાવેજો

  • તમામ અસલ અને ઝેરોક્ષ પ્રમાણપત્રો
  • ઓળખપત્ર (ID પ્રૂફ)
  • પાસપોર્ટ સાઇઝના 3 ફોટા

ગેરહાજરી

  • અનિવાર્ય કારણોસર હાજર ન રહી શકતા ઉમેદવારો 05/04/2025 ના રોજ દસ્તાવેજ ચકાસણી કરાવી શકશે.
  • આપેલ તારીખે અને સમયે હાજર ન રહેનાર ઉમેદવારોની ઉમેદવારી રદ થશે.

મહત્વપૂર્ણ સૂચનાઓ

  • ચકાસણી સમયે રજૂ ન કરેલા પ્રમાણપત્રો પછીથી સ્વીકારવામાં આવશે નહીં.
  • રજૂ કરેલા તમામ પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં આવશે અને ખોટા જણાય તો નિમણૂક રદ થશે અને કાયદેસરની કાર્યવાહી થશે.
  • ઉમેદવારોએ કોલલેટર GSRTCની વેબસાઇટ (https://gsrtc.in) પરથી ડાઉનલોડ કરવાના રહેશે.
  • આ દસ્તાવેજ ચકાસણી માત્ર અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે છે, પસંદગી પાક્કી નથી.

SC/ST/OBC ઉમેદવારો માટે ખાસ સૂચના

  • નિમણૂક પહેલાં જાતિ પ્રમાણપત્રોની ખરાઈ સરકારની કચેરીઓ દ્વારા કરવામાં આવશે.
  • આ કેટેગરીના ઉમેદવારોએ ચેકલિસ્ટ અને સરકારી ઠરાવ GSRTCની વેબસાઇટ પરથી મેળવીને દર્શાવ્યા મુજબના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.