કાલુપુર ટાવરમાં દિવાળી પહેલા જ વહીવટી તંત્રનો સપાટો! વગર લાયસન્સે ચાલતી 30 ફટાકડાની દુકાનો સીલ

અમદાવાદના મધ્ય ઝોન હદ વિસ્તારમાં કાલુપુર ટાવર અને કાલુપુર દરવાજા પાસે ચેકિંગ દરમિયાન વગર પરવાનગીના ફટાકડા વેચતી અંદાજે 30 દુકાનો સીલ કરવામાં આવી છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 30 Sep 2026 06:22 PM (IST)Updated: Wed, 30 Sep 2026 06:31 PM (IST)
30-kalupur-firecracker-shops-sealed-before-diwali

Ahmedabad News: તહેવારોની મોસમ નજીક આવતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ મધ્ય ઝોન હદ વિસ્તારમાં કાલુપુર ટાવર તથા કાલુપુર દરવાજા આસપાસના વિસ્તારોમાં મોટા પાયે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન અંદાજે 30 જેટલી દુકાનો ફટાકડાનો વ્યવસાય કરતી હોવાનું માલૂમ પડ્યું હતું. જો કે, અધિકારીઓ દ્વારા દુકાનદારો પાસે ફટાકડા વેચાણ અંગેના અધિકૃત પરવાનો (License) અને કાયદેસરના પુરાવા માંગવામાં આવતા તેઓ તે રજૂ કરવામાં સંપૂર્ણપણે અસફળ રહ્યા હતા. જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે અને આ તમામ ગેરકાયદેસર રીતે ધમધમતી દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.

મધ્ય ઝોન અને ખાડીયા-દરિયાપુર વિસ્તારમાં આવેલી જે દુકાનો અને વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે તેની યાદી નીચે મુજબ છે-

  1. ન્યુ ભગવતી સ્ટોર્સ (મિતેશ ભુપતભાઈ મોદી) - ખાડીયા
  2. અંબિકા સ્ટોર્સ - ખાડીયા
  3. ભૂપેન્દ્રભાઈ મોદીની દુકાન - ખાડીયા
  4. કમલેશભાઈની દુકાન - ખાડીયા
  5. બોમ્બે સ્ટોર્સ - ખાડીયા
  6. કોહિનૂર સ્ટોર્સ - ખાડીયા
  7. અવિનાશ ટ્રેડર્સ - ખાડીયા
  8. ફિઝા સિઝનેબલ સ્ટોર્સ - ખાડીયા
  9. બોમ્બે સ્ટોર્સની બાજુમાં આવેલ યુનિટ - ખાડીયા
  10. શ્રીજી સીઝનેબલ સ્ટોર્સ - ખાડીયા
  11. શ્રી બાલાજી ટ્રેડર્સ - ખાડીયા
  12. શ્રી બાલાજી ટ્રેડર્સની બાજુની દુકાન - ખાડીયા
  13. મનોહર સ્ટોર્સ - ખાડીયા
  14. શ્રીજી ટ્રેડર્સ - ખાડીયા
  15. ઝેડ કે સીઝનલ સ્ટોર્સ - ખાડીયા
  16. મોનુ ટ્રેડર્સ કંપની - ખાડીયા
  17. વિશાલ રાખી સીઝનલ સ્ટોર્સ - ખાડીયા
  18. દિનેશભાઈ બારીની દુકાન - ખાડીયા
  19. ન્યુ દર્પણ રાખી એન્ડ સીઝનેલ સ્ટોર્સ - ખાડીયા
  20. સીટીઝન સ્ટોર્સની બાજુવાળી દુકાન - ખાડીયા
  21. રોયલ ટ્રી ટ્રેડર્સની બાજુવાળી દુકાન - ખાડીયા
  22. સરિતા ટોયઝની બાજુવાળી દુકાન - ખાડીયા
  23. ફિઝા સીઝનેબલ સ્ટોર્સની બાજુવાળી દુકાન - ખાડીયા
  24. બાબુ પાન અને રોયલ સ્વીટ્સની વચ્ચે આવેલ દુકાન - દરિયાપુર
  25. શૈલેષભાઇ પતંગવાળા - દરિયાપુર
  26. બોમ્બે સ્ટોર્સની બાજુમાં, બનારસી મસ્જીદ પાસે - દરિયાપુર
  27. બોમ્બે સ્ટોર્સ, બનારસી મસ્જીદની બાજુમાં - દરિયાપુર
  28. ન્યુ સોની રાખી - દરિયાપુર
  29. લકી આઇસક્રીમ અને બનારસી મસ્જીદની બાજુમાં - દરિયાપુર
  30. બાબજી ટ્રેડર્સ - દરિયાપુર

તંત્રની કડક ચેતવણી

સ્થાનિક નાગરિકો અને તંત્રના જણાવ્યા અનુસાર, ફટાકડા જેવા અત્યંત જ્વલનશીલ પદાર્થોનું વેચાણ ચોક્કસ નિયમો અને ફાયર સેફ્ટીના ધોરણો હેઠળ જ થવું જોઈએ. કાલુપુર જેવા ગીચ વસ્તીવાળા અને ધમધમતા વેપારી વિસ્તારમાં કોઈપણ પ્રકારની અધિકૃત મંજૂરી વગર ફટાકડાનું વેચાણ કરવું એ હજારો નાગરિકોના જીવ સાથે ચેડાં સમાન છે. આગામી દિવસોમાં પણ આવા જ ગેરકાયદે વેપારીઓ સામે તંત્ર દ્વારા સૂરક્ષાના ભાગરૂપે સપાટો બોલાવવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે.