અમદાવાદમાં સિંધી સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 21 કન્યાઓનો લક્ઝુરિયસ કારમાં વરઘોડો નિકળ્યો

ઝુલેલાલ ચેરીટેબલ ટ્રસ્ટના જણાવ્યા મુજબ, ઝુલેલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ 14 મો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 17 Nov 2025 08:14 AM (IST)Updated: Mon, 17 Nov 2025 08:14 AM (IST)
14th-mass-wedding-of-sindhi-community-in-maninagar-ahmedabad

14th Mass Wedding of Sindhi Community: અમદાવાદના મણિનગરના ઝુલેલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગઇકાલે એટલે કે, રવિવારે સિંધી સમાજનો 14 મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 21 યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા હતાં. 21 કન્યાનો વરઘોડો, તે આ લગ્નોત્સવનું મુખ્ય આકર્ષણ કેન્દ્રનું બન્યું હતું.

કન્યાઓનો વરઘોડો નિકળ્યો

42 લક્ઝુરિયસ કારમાં 21 કન્યા અને 21 વરનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવેલ હતો હતો. રૂફટોપ કારમાં નવોઢાના આઉટફિટમાં સજ્જ કન્યાઓ બ્લેક ગોગલ પહેરીને અને વરણાગી છત્રીથી તડકાનું રક્ષણ મેળવતી નીકળી હતી. ભવ્ય વરઘોડો અને લગ્નવિધિ પછી સાંજે 21 યુગલનું સમૂહ રિસેપ્શન પણ યોજાયું હતું.

કરિયાવર આપવામાં આવ્યું

મણિનગર સ્થિત એલ. જી. હોસ્પિટલ સામેની વ્યાયામ શાળામાં યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં ટ્રસ્ટ દ્વારા દરેક કન્યાને સોનાના મંગળસુત્ર સહિત 65 વસ્તુનું અંદાજીત 1 લાખ રૂપિયાનું કરિયાવર પણ આપવામાં આવ્યું હતું.

ઝુલેલાલ ચેરીટેબલ ટ્રસ્ટના જણાવ્યા મુજબ, ઝુલેલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ 14 મો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પહેલાંના 13માં લગ્નોત્સવમાં કુલ 644 કન્યાનાં લગ્ન કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટ નિ:શુલ્ક લગ્ન વિધિ કરાવવા સાથે કરિયાવર તેમજ બંને પક્ષેથી 50-50 સગાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

લગ્નોત્સવમાં ફોર્મ ફી પેટે પ્રત્યેક યુવતી પાસેથી 1100 તેમજ વર પક્ષ પાસેથી 2100 રૂપિયા લેવામાં આવ્યા હતા, પરંતુ રીસેપ્શન સમયે કન્યાઓને ટ્રસ્ટ તરફથી ગિફ્ટમાં પર્સ આપવામાં આવ્યા હતા. રાજુ વાસવાણીએ જણાવ્યું કે, ખાલી પર્સ આપવાનું અશુભ મનાય છે માટે કન્યા પક્ષેથી લીધેલા 1100 રૂપિયા પર્સમાં મૂકીને આપ્યા હતા. એ જ રીતે, સિંધી સમાજની ડીખની વિધિમાં વરને ચલણી નોટ પહેરાવવાનો રિવાજ છે. એટલે યુવક પાસેથી ફી પેટે લીધેલા 2100 રૂપિયાનો જ હાર યુવકને પહેરાવીને રૂપિયા પરત કરવામાં આવે છે.