Ahmedabad Plane Crash:'12 જૂન 2025'ની બપોરનો સમય ફક્ત અમદાવાદ માટે જ નહીં પણ સમગ્ર દેશ માટે ક્યારેય ભૂલી ન શકાય તેવો ભયાનક દિવસ સાબીત થયો. એર ઈન્ડિયાના બોઈંગ 787(Boeing 787) અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા ઉડ્ડાન ભરી તેની ગણતરીની મિનિટોમાં ક્રેશ થયું. આ પ્લેન એરપોર્ટની નજીક આવેલી સિવિલની એક ઈમારત પર તૂટી પડ્યું. આ ભયાનક ઘટનામાં વિમાન કર્મચારીઓ, મુસાફરો અને ઈમારત તથા આજુબાજુમાં રહેલા અનેક લોકોના મોત થયા.
આ ઘટનાને એક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે...
આ પણ વાંચો
91 વર્ષના પિતાની વ્યથા….
આ ઘટના બાદ ગત 12 જુલાઈના રોજ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યુરો (AAIB)નો પ્રારંભિક અહેવાલ સામે આવ્યો. જેમાં ટેકઓફ બાદ બન્ને એન્જીન એક-એક સેકન્ડના અંતરે બંધ થઈ ગયેલા. આ બાબતને પાયલટની સંભવિત ભૂલ તરીકે કેટલાક લોકો જોતા હતા. જોકે કેપ્ટન સુમિત સભરવાલના પરિવાર અને પાયલટ સંગઠનોએ આ અહેવાલનો વિરોધ કર્યો. સુમિતના 91 વર્ષિય પિતા પુષ્કરાજ સભરવાલે સુપ્રીમ કોર્ટ પહોંચેલા અને આરોપ મુક્યો કે શરૂઆતી અહેવાલ પૂરી તપાસ વગર પાયલટની ઈમેજને નુકસાન કરી રહ્યો છે.
પરિવાર સાથે છેલ્લી સેલ્ફી
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલ ડો. પ્રતીક જોશી, તેની પત્ની ડો.કૌમી વ્યાસ, આઠ વર્ષની દીકરી મિરાયા અને પાંચ વર્ષના જોડીયા દિકરા પ્રદ્યુત અને નકુલનું આ ઘટનાના હતભાગી હતા.
રાજસ્થાનના વાંસવાડા જિલ્લાા ડો. પ્રતિક છેલ્લા ચાર વર્ષની બ્રિટનમાં એક રેડિયોલોજિસ્ટ તરીકે કામ કરતા હતા. તેમની પત્ની પેથોલોજિસ્ટ ડો. કૌમી વ્યાસ ઉદેપુરની એક પ્રાઈવેટ મેડિકલ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરતી હતા. ઘટનાના એક મહિના અગાઉ રાજીનામું આપી બ્રિટન સ્થાઈ થવા નક્કી કરેલું. ત્રણ સંતાનો સાથે ડો.પ્રતિક અને ડો.કૌમી વ્યાસ લંડન જવા રવાના થયા હતા. પણ તેમના પરિવારની ખુશી વિમાનની ઉડ્ડાનની થોડી સેકન્ડમાં ખતમ થઈ ગઈ.
દંપત્તિની અંતિમ સફર
અમદાવાદ ખાતે એર ઈન્ડિયાના પ્લેન દુર્ઘટનાનો ભોગ બનેલ લોકો પૈકી ફતેહપુર સીકરીનું દંપતી નીરજ લવાનિયા અને તેમની પત્ની અપર્ણાનો પણ સમાવેશ થતો હતો. નીરજ અને અર્પઁણા તેની પત્નીના 50માં જન્મ દિવસ નિમિત્તે લંડન જઈરહ્યા હતા, જ્યાં અર્પણાના ભાઈ રહે છે અને તેઓ 10 દિવસ ટુર પર જઈ રહ્યા હતા.
વિજય રૂપાણી ચૂંટણી પ્રચારની વ્યસ્તતા, અંતિમ હવાઈ યાત્રા
ગયા વર્ષે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું હતું. લંડનમાં દિકરીને મળવા જઈ રહેલા રુપાણી માટે આ સફર દુખદ સાબીત થઈ હતી.પંજાબમાં લુધિયાણા પશ્ચિમ બેઠકની પેટાચૂંટણીમાં પ્રચારની ત્રણ દિવસ કામગીરી પૂરી કરી તેઓ ગુજરાત આવેલા અને અહીંથી તેઓ લંડન જવા નિકળ્યા હતા. આમ તો તેઓ વહેલા લંડન જવાના હતા પણ ચૂંટણીને લીધે આશરે એક સપ્તાહ વિલંબ કરેલો. આ વિલંબ તેમના માટે કસોટીરૂપ સાબીત થયો.
17 વર્ષના આર્યને વિશ્વને પ્લેન ક્રેશનો લાઈવ વીડિયો દેખાડ્યો
ઉડતા વીમાનોના વીડિયો બનાવવાનો શોખ ધરાવતા આર્યને બોઈંગ 787 વિમાને ઉડ્ડાન ભરી ત્યારથી અકસ્માત સુધીની ઘટનાનો વીડિયો ઘરના ધાબા પરથી ઉતાર્યો હતો. અનાયશે જ બનેલો આ વીડિયો સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ ગયેલો.
