Ahmedabad News: બોપલમાં આવેલી કોસ્મોસ કેસ્ટલ ઈન્ટરનેશનલ સ્કૂલ ગ્રીન કેમ્પસ દ્વારા કરિયર કાઉન્સેલિંગ સેમિનાર 29 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદ ખાતે યોજાશે. જે બાળકોએ ધોરણ 8 અને 10 પછી કઈ લાઈનમાં જવું તે સામાન્ય રીતે મુંજવણ હોય છે. સાથે વાલીઓને પણ મુંજવણ હોય છે કે બાળકને કઈ જગ્યાએ મૂકવો. વાલીઓની મુંવણને દૂર કરવા માટે આ સેમિનારનું આયોજન કરાયું છે.
આ પણ વાંચો
આ સેમિનારમાં જાણીતા કરિયર માર્ગદર્શક સચિન ભટનાગર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને તમામ પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડવમાં આવશે. સચિન ભટનાગર કરિયર માર્ગદર્શનમાં 25 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમણે કોસ્મોસ કેસ્ટલ ઈન્ટરનેશનલ સ્કૂલના આશરે 700 વિદ્યાર્થીઓની એપ્ટિટ્યુડ ટેસ્ટ લીધી છે અને તેમને યોગ્ય કરિયર પાથ પસંદ કરવામાં માર્ગદર્શન આપ્યું છે.
આ સેમિનાર સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ કોસ્મોસ સ્કૂલ સિવાના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણપણે મફત છે. આ સેમિનારનો મુખ્ય હેતુ ધોરણ-8થી 12ના વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને વિદ્યાર્થીની વ્યક્તિગત ક્ષમતાઓ અને વિષય પ્રતિની પસંદગીને આધારે યોગ્ય કરિયર પાથ પસંદ કરવામાં માર્ગદર્શન આપવાનો છે. આ સેમિનાર વિદ્યાર્થીઓને આધુનિક કરિયર તકો અંગે અમૂલ્ય સમજણ આપશે અને તેમને તેમની અનન્ય શક્તિઓ અને રસને અનુરૂપ લક્ષ્યો મેળવવામાં મદદરૂપ થશે. આ સેમિનાર સવારના 10 વાગ્યાથી અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઈ હોલ, લો ગાર્ડન ખાતે યોજાશે.
