Vash Movie Review: ગુજરાતી સિનેમામાં એક નવો બેન્ચમાર્ક સેટ કરવા જઈ રહી છે સસ્પેન્સ, થ્રિલર અને રોમાંચથી ભરપૂર ફિલ્મ 'વશ'

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 10 Feb 2023 04:40 PM (IST)Updated: Fri, 10 Feb 2023 04:40 PM (IST)
vash-movie-review-hitu-kanodia-janki-bodiwala-hiten-kumar-neelam-panchal-starrer-in-thriller-gujarati-movie-directed-by-krishnadev-yagnik

ધર્મેન્દ્ર ઠાકુર, અમદાવાદ:
Vash Movie Review: ગુજરાતી જાગરણ રેટિંગ 4 સ્ટાર

છેલ્લા ઘણા સમયથી જે ફિલ્મની રિલીઝની રાહ જોવામાં આવી રહી હતી તે ફિલ્મ 'વશ' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ એક Psychology થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મ વશિકરણના કોન્સેપ્ટ પર આધારિત છે. ડાયરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક ફિલ્મ 'છેલ્લો દિવસ' બાદથી જ સુપરહિટ ફિલ્મો આપી રહ્યા છે. તેમણે 'શું થયું', 'કરસનદાસ પે એન્ડ યુઝ', 'નાડી દોષ' અને 'રાડો' જેવી ફિલ્મો બનાવી છે. કૃષ્ણદેવ યાજ્ઞિક આ ફિલ્મ દ્વારા ગુજરાતી સિનેમાને નવી દિશા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

શું છે ફિલ્મની કહાની?
ફિલ્મની કહાની એક હસતા રમતા પરિવારની છે. પરિવારના વડા અથર્વ (હિતુ કનોડિયા) એક પાયલોટ છે જે પોતાના પરિવાર સાથે ખુશીથી રહે છે. તેના પરિવારમાં તેની વાઇફ બીના (નીલમ પંચાલ), દીકરી આર્યા (જાનકી બોડીવાલા) અને દીકરો અંશ (આર્યન) છે. જ્યારે પરિવાર વિકેન્ડમાં પોતાના ફાર્મહાઉસ પર જતો હોય છે ત્યારે રસ્તા તે ચા નાસ્તા માટે ઉભા રહે છે. ત્યારે અથર્વ પાસે ચાના છુટ્ટા પૈસા આપવા માટે નથી હોતા. ત્યારે અથર્વના પૈસા પ્રતાપભાઈ (હિતેન કુમાર) આપે છે અને અહીંયાથી જ શરૂ થાય છે 'વશિકરણ'ની કહાની.

naidunia_image

અથર્વને ચાના છુટ્ટા પૈસા આપ્યા બાદ પ્રતાપભાઈ તેના પરિવાર સાથે બેસે છે અને આર્યા પર તેની નજર છે. ત્યાંથી ત્યારબાદ અથર્વ પોતાના પરિવાર સાથે ફાર્મહાઉસ પર જતો રહે છે.પ્રતાપભાઈ પણ તેમને ફોલો કરીને ગાડી બગડી અને ફોન નથી લાગી રહ્યો હોવાનું બહાનું લઇને તેમના ફાર્મહાઉસમાં એન્ટ્રી લે છે. જે જગ્યાએ ફાર્મહાઉસ આવેલું છે નેટવર્કનો પ્રોબ્લમ છે. ફાર્મહાઉસમાં એન્ટ્રી લીધા બાદ પ્રતાપભાઈ ત્યાંથી જવાનું નામ નથી લેતા અને તે આર્યાને વશમાં કરી લે છે. આર્યા પણ પ્રતાપભાઈ જે કહે છે તેને જ ફોલો કરે છે. પ્રતાપભાઈ આર્યાને પોતાની સાથે લઇ જવા માગે છે. તે તેના માતા પિતાને આ વાતની જાણ કરે છે.

naidunia_image

ફિલ્મની કહાની પ્રતાપભાઈ આર્યાને પોતાની સાથે લઇ જવા માગે છે તે એન્ગલથી જ આગળ વધે છે. કેવી રીતે પ્રતાપભાઈ આર્યાને પોતાના વશમાં કરી લે છે? પ્રતાપભાઈ આર્યાને વશમાં કરીને ક્યાં ક્યાં કામ કરાવે છે? શું પ્રતાપભાઈ આર્યાને પોતાની સાથે લઇ જઇ શકશે? શું થશે આર્યા અને તેના પરિવાર સાથે? આ બધું જાણવા માટે તમારે ફિલ્મના રાઈટર અને ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકની આ ફિલ્મ 'વશ' જોવી પડશે.

naidunia_image

દરેક કલાકારોએ આપ્યું છે પોતાનું બેસ્ટ
આ ફિલ્મની દમદાર કહાની સાથે દરેક કલાકારે પોતાનું બેસ્ટ આપ્યું છે. ફિલ્મમાં આર્યાના રોલમાં જાનકી બોડીવાલાએ પોતાના કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અભિનેતા હિતેન કુમારે ફિલ્મમાં નેગેટિવ પાત્રમાં નવું સ્ટાન્ડર્ડ સેટ કર્યું છે. અભિનેતા હિતુ કનોડિયાએ દર્શકોના મન પર પોતાની ઉંડી છાપ છોડી છે. નીલમ પંચાલ પણ દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ થઈ છે. દરેક કલાકારે એકદમ નેચરલી પોતાના પાત્રને નિભાવ્યું છે.

naidunia_image

મ્યુઝિક, સિનેમેટોગ્રાફી જોરદાર છે
મ્યુઝિક આ ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે. થ્રિલર મૂવીઝમાં મ્યુઝિકનું મહત્વ અન્ય જોનર કરતાં વધી જાય છે. ફિલ્મની એક્શન સિક્વન્સ અને સિનેમેટોગ્રાફી પણ જોરદાર છે. સ્ટોરી, એક્ટિંગ, ડિરેક્શન તેમજ સિનેમેટોગ્રાફીથી લઈને મ્યુઝિક સુધી બહુ એ વન છે. આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં એક નવો બેન્ચમાર્ક સેટ કરવા જઈ રહી છે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.