Vash Trailer Review: થ્રિલર-રોમાંચનો એવો ડોઝ જે કરશે બધાને પોતાના 'વશ'માં, ગુજરાતી સિનેમાની એવી પિક્ચર જે આપે છે હોલીવુડને પણ ટક્કર

By: Manan VayaEdited By:Manan VayaPublish Date: Tue, 24 Jan 2023 10:40 AM (IST)Updated: Tue, 24 Jan 2023 10:46 AM (IST)
gujarati-movie-vash-trailer-review-janki-bodiwala-hiten-kumar-hitu-kanodia-stars-in-thriller-directed-by-krishnadev-yagnik

Vash Trailer Review: ગુજરાતી જાગરણ રેટિંગ 4.5 સ્ટાર
મનન વાયા, અમદાવાદ. વશ (Vash). જેવું નામ તેવું કામ. 2 મિનિટ અને 2 સેકન્ડનું ટ્રેલર જ જોનારને પોતાના વશમાં કરી લે છે. જો 122 સેકન્ડમાં આવી થ્રિલ મળે છે તો વિચારો ફૂલફ્લેજ્ડ લેન્થમાં કૃષ્ણદેવ યાજ્ઞિકની આ પિક્ચર કેવો મજો કરાવશે? સામાન્યપણે ગુજરાતી જનતાની ફરિયાદ હોય છે કે, ઢોલીવુડની મુવીઝ આપણા ક્લચરને સારી રીતે રિપ્રેઝન્ટ નથી કરતી. અહીં આ ટ્રેલર એટલું પ્રોમિસિંગ લાગે છે કે, બૉલીવુડની વાત બાજુમાં રહી, પરંતુ તે સીધી હોલીવુડ થ્રિલર્સને ટક્કર આપે છે.

સ્ટોરી લાઈન
ટ્રેલરની શરૂઆતમાં એક વ્યક્તિ (હિતેન કુમાર) બીજાને કહે છે કે, મારી ગાડી બગડી ગઈ છે. હું મારી દીકરીને ક્યારનો ફોન કરી રહ્યો છું, પરંતુ ફોન લાગી જ નથી રહ્યો. જેનું ઘર હોય છે, તે કહે છે કે અહીં નેટવર્કનો પ્રોબ્લમ છે. પરંતુ વાંધો નહીં લેન્ડલાઈન છે ને! તે વ્યક્તિ આ બંગલોમાં ઘૂસે છે, જ્યાં એક કપલ (હિતુ કનોડિયા અને નીલમ પંચાલ) અને તેમની દીકરી (જાનકી બોડીવાલા) રહે છે. અહીં આવ્યા બાદ તે વ્યક્તિ જવાનું નામ નથી લેતો. કેમ? દીકરી જાનકી તેના વશમાં આવી જાય છે. પણ કેવી રીતે? દરેક સીન પછી એક દર્શક તરીકે આપણને થાય કે આગળ શું થશે, આ જ ફિલ્મના રાઈટર અને ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકની સાચા અર્થમાં જીત છે.

naidunia_image
આર્યાનું પાત્ર વશમાં.
naidunia_image
દરેક મહેમાન શુભચિંતક નથી હોતા.

ત્રણેય કલાકાર ફૂલફોર્મ, જાનકીના કરિયરનો શ્રેષ્ઠ દેખાવ!
ઇન્ડિયન સિનેમાના લિજેન્ડ અમિતાભ બચ્ચને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, એક્ટર જેવું પણ પરફોર્મ કરે તેનો શ્રેય ડિરેક્ટરને આપવો પડે. સારું કે ખરાબ. ડિરેક્ટરનું કામ હોય છે એક્ટરને અરીસો બતાવવાની તેની પાસેથી શ્રેષ્ઠ કામ કરાવવું. અહીં જાનકી જોડીવાલા, હિતુ કનોડિયા, હિતેન કુમાર અને નીલમ જેવા ઉચ્ચ કોટીના કલાકારોનો મેળો જામ્યો છે. દરેકે એકદમ નેચરલી પોતાના પાત્રને નિભાવ્યું હોય તેવું માત્ર ટ્રેલર જોઈને કહી શકાય છે.

https://www.youtube.com/watch?v=DuWOpHkG49s

જાનકીએ અગાઉ નાડી દોષ, છેલ્લો દિવસ, વગેરે સફળ ફિલ્મો આપી છે. પણ અહીં તેનો અભિનય સોળે કળાએ ખીલ્યો છે. વશ થઈ ગયેલી છોકરીનું પાત્ર ભજવવામાં તેણે પોતાનું બધું આપી દીધું છે. તો બીજી તરફ હિતેન કુમાર અને હિતુ કનોડિયા વચ્ચેનો સંવાદ બહુ થ્રિલિંગ છે. ઓવરઓલ જે રીતે ટ્રેલરમાં સ્ટોરી બતાવી છે, તે કહી જાય છે કે સ્ટોરી ટેલરે આ વિષયમાં કેટલી મહારત હાંસિલ કરી લીધી છે. મ્યુઝિક આ ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે.

naidunia_image
"હું માણસ નથી, રાક્ષસ છું," હિતેન કુમારનું પાત્ર પોતાના આગવી અંદાજમાં આ ડાયલોગ બોલે છે.

થ્રિલર મુવીઝમાં મ્યુઝિકનું મહત્ત્વ અન્ય જોનર કરતાં વધી જાય છે. પહેલી 3 સેકન્ડમાં બેકગ્રાઉન્ડ સ્કોર જ એવો છે કે ટ્રેલર જોતી વખતે તમને લાગે કે કંઈક આવી રહ્યું છે. અહીં કેદાર અને જાધવ વ્યૂઅર્સને મજ્જો કરાવે છે. હેટ્સ ઓફ ટુ ટીમ 'વશ'. ગુજરાતી સિનેમાને એવી ફિલ્મ આપવા માટે, જે ઇન્ડસ્ટ્રીમાં એક નવો બેન્ચમાર્ક સેટ કરવા જઈ રહી છે.