IGFF: અમેરિકાના શિકાગોમાં વાડીલાલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની પ્રી-ઈવેન્ટ પાર્ટી સાથે શરૂઆત

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 08 Jul 2023 09:32 AM (IST)Updated: Sat, 08 Jul 2023 09:37 AM (IST)
vadilal-international-gujarati-film-festival-kicks-off-with-pre-event-party-in-chicago-usa

International Gujarati Film Festival 2023: વાડીલાલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) ની ચોથી આવૃત્તિ 7મી જુલાઈના રોજ શિકાગોમાં સિને લાઉન્જ ખાતે શરૂ ગઈ છે. આ ફિલ્મ ફેસ્ટિવલના એક દિવસ પહેલા IGFFએ શિકાગોના ધ નોર્થ ફેરબેન્ક્સ કોન્ડોના 41મા માળે પ્રી-ઇવેન્ટ 'ભજીયા' પાર્ટીનું આયોજન કર્યું હતું.

આ પાર્ટીમાં ફેસ્ટિવલના જ્યુરી મેમ્બર્સ ગોપી દેસાઈ અને જય વસાવડા, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હાર્ટથ્રોબ મલ્હાર ઠાકર, લિજેન્ડરી ગુજરાતી ફોક સિંગર અતુલ પુરોહિત, બોલિવૂડ વર્સેટાઈલ એક્ટર દર્શન પંડ્યા, ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર નિરજ જોશી અને ફિલ્મ પ્રોડ્યુસર મિલાપ સિંહ જાડેજા જોડાયા હતા અને તેઓએ આ આઇકોનિક ગુજરાતી ફેસ્ટિવલ અને તેના વારસા તરફ પોતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

naidunia_image

આ સાથે તેઓએ સિનેમા પ્રેમીઓને ફેસ્ટિવલમાં જોડાવા અને ગુજરાતી સિનેમાના અદ્ભૂત મનોરંજનના સાક્ષી બનવા વિનંતી કરી હતી. આ ફેસ્ટિવલમાં મનોરંજક ગુજરાતી ફિલ્મોનું એક રોમાંચક લાઇનઅપ કરવામાં આવ્યું છે.

naidunia_image

આ ફેસ્ટિવલની શરૂઆત મલ્હાર ઠાકર અભિનીત ગુજરાતી ફિલ્મ 'લોચા લાપસી'ના વર્લ્ડ પ્રીમિયર સાથે 7મી જુલાઈએ સિને લાઉન્જ, શિકાગો ખાતે સાંજે 6 વાગ્યે થઈ રહી છે. 8મી જુલાઈના રોજ વિવિધ ગુજરાતી ફિલ્મોનું સ્ક્રીનિંગ પ્રસ્તુત કરવામાં આવશે અને 9મી જુલાઈએ ફેસ્ટિવલના સમાપન સમારોહમાં અતુલ પુરોહિત દ્વારા સાંસ્કૃતિક સંગીતના પર્ફોર્મન્સની સાથે ફેસ્ટિવલમાં પસંદ થયેલી ફિલ્મોનો એવોર્ડ સમારંભ અને ત્યારબાદ ગાલા કોકટેલ ડિનર યોજાશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.