Urfi Javed Boyfriend: સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદ હંમેશા પોતાના ફેશન સેન્સ અને નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. જોકે, આ પહેલીવાર છે જ્યારે ઉર્ફી જાવેદ પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં આવી છે. હાલમાં તેના બોયફ્રેન્ડ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જાણો કોણ છે તેનો બોયફ્રેન્ડ કૌસ ત્રિવેદી.
ઉર્ફી જાવેદની બોયફ્રેન્ડ સાથેની તસવીરો વાઈરલ
ઉર્ફી જાવેદ કૌસ ત્રિવેદી નામના શખ્સને ડેટ કરી રહી છે. અભિનેત્રીએ બોયફ્રેન્ડ સાથેની તસવીરો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરો શેર કરતા ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું હતું કે હું મારા બોયફ્રેન્ડને ખૂબ યાદ કરી રહી છું. કૌસે પણ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર ઉર્ફીની ઘણી તસવીરો શેર કરી છે.

એક તસવીરમાં ઉર્ફી જાવેદ શેક પીતી જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં બંને સાથે લંચનો આનંદ માણી રહ્યા છે. કૌસે ઉર્ફીના પોસ્ટને રિપોસ્ટ કરતા લખ્યું કે બોલીવુડ સેલિબ્રિટીના ફેવરિટ બનવું મુશ્કેલ છે, પરંતુ કોઈએ તો પબ્લિક સર્વિસ કરવી જ પડશે.

આ સાથે બંનેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. તેમાં ઉર્ફી જાવેદ તેના બોયફ્રેન્ડ કૌસ સાથે જોવા મળી રહી છે. જેમાં તે બિમાર દેખાઈ રહી છે અને ઉર્ફી પેપ્સને વીડિયો ઉતારવાની ના પાડી રહી છે.
કોણ છે કૌસ ત્રિવેદી
ઉર્ફી જાવેદના બોયફ્રેન્ડ કૌસ ત્રિવેદી વિશે સોશિયલ મીડિયા પર વધારે માહિતી નથી. ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ 2 હજાર ફોલોઅર્સ છે. તેની પ્રોફાઇલ પરથી એવું લાગે છે કે તે મોટાભાગનો સમય વિદેશમાં જ રહે છે. તેના બાયોમાં 'નૉટ ફેમસ બટ નૉન' લખેલું છે. ઉર્ફીએ પોતાના પ્રેમ વિશે વાત કરતા જણાવ્યું હતું કે કૌસ દિલ્હીનો રહેવાસી છે અને તેઓ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છે.