Disha Vakani New Look: લોકપ્રિય ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ની ફેમસ એક્ટ્રેસ દિશા વાકાણી ભલે લાંબા સમયથી ટીવી સ્ક્રીનથી દૂર હોય, પરંતુ ચાહકોમાં તેમનો ક્રેઝ આજે પણ અકબંધ છે. હાલમાં જ નવરાત્રિ પહેલા દિશા વાકાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેમનો બદલાયેલો અને એકદમ સાદગીભર્યો અંદાજ જોઈને ચાહકો માટે પણ તેમને પહેલી નજરે ઓળખવા મુશ્કેલ બની ગયા છે.
6 વર્ષથી ટીવી સ્ક્રીનથી દૂર છે દયાભાભી
આ પણ વાંચો
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે અને આ શોના દરેક પાત્રો ઘરે-ઘરે જાણીતા બન્યા છે. આ સિરિયલને એક નવી ઓળખ અપાવવામાં દિશા વાકાણી ઉર્ફે દયાભાભીનો મોટો ફાળો રહ્યો છે. તેમની એક્ટિંગ અને ગરબા સ્ટાઈલ આજે પણ દર્શકોના દિલમાં વસેલી છે. જોકે, છેલ્લા 6 વર્ષથી દિશા વાકાણી શોમાંથી ગાયબ છે અને એક પણ નવા એપિસોડમાં જોવા મળ્યા નથી. તેમની એક્ઝિટથી ચાહકો હજુ પણ નિરાશ છે અને શોમાં તેમની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
વાયરલ વીડિયોમાં કેવો છે દિશા વાકાણીનો અંદાજ?
લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર રહેલી દિશા વાકાણી તાજેતરમાં પોતાના પરિવાર સાથે ગણપતિ દર્શન માટે પહોંચી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તેઓ ગુલાબી રંગની સાડીમાં એકદમ સાદગીભર્યા લુકમાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેમના ચહેરા પર એક સુંદર સ્મિત છે અને તેઓ એક નાની બાળકીનો ચહેરો સાફ કરતા જોવા મળે છે. તેમનો આ નવો લુક એટલો બદલાયેલો છે કે દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
View this post on Instagram
વાયરલ વીડિયો પર ચાહકોએ કેવી પ્રતિક્રિયા આપી?
દિશા વાકાણીનો આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર ચાહકોએ કોમેન્ટ્સનો વરસાદ શરૂ કરી દીધો છે. દર્શકો હજુ પણ તેમને 'દયાભાભી' તરીકે જ યાદ કરે છે. એક યુઝરે લખ્યું, "દયાબેન, અમે તમને ખૂબ મિસ કરી રહ્યા છીએ." તો અન્ય એક ચાહકે તેમને 'ગરબા ક્વીન' કહીને સંબોધ્યા હતા.
આ ઉપરાંત, એક યુઝરે તેમના પતિને ઉદ્દેશીને કમેન્ટ કરી હતી કે, "અંકલ, મહેરબાની કરીને તેમને 'દયાભાભી' તરીકે કામ કરવા દો, તેમની સ્વતંત્રતા છીનવીને તેમનું કરિયર ન બગાડો." ચાહકોની આ પ્રતિક્રિયાઓ દર્શાવે છે કે દર્શકો આજે પણ દિશા વાકાણીને ટીવી સ્ક્રીન પર પરત જોવા માંગે છે.
