Tanushree Dutta Statement On Nana Patekar: દિગ્ગજ અભિનેતા અને પદ્મશ્રી સન્માનિત નાના પાટેકરના 8 ઓક્ટોબર 2026 ના રોજ 75 વર્ષની વયે થયેલા અચાનક નિધનથી સમગ્ર દેશ અને બોલીવુડ ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબેલા છે. પરંતુ આ દુઃખદ સમય વચ્ચે અભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા નાના પાટેકર અંગે કરવામાં આવેલી અત્યંત વિવાદાસ્પદ ટિપ્પણીઓએ બધાનું ધ્યાન તેના તરફ ખેચ્યું છે. તનુશ્રી દત્તાએ સ્વ. નાના પાટેકરને 'ઇવિલ ડેડ' (શેતાન) કહ્યા છે અને તેમના મોતને 'ભગવાનનો ન્યાય' ગણાવ્યો છે. આ વિવાદાસ્પદ નિવેદન બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયા પર તનુશ્રી દત્તા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શું બોલી તનુશ્રી દત્તા?
આ પણ વાંચો
નાના પાટેકરના નિધનના દિવસે તનુશ્રી દત્તા એક પ્રોફેસનલ ઈવેન્ટ માટે લખનૌ જઈ રહી હતી. તે સમયે મીડિયા સાથે વાતચીતમાં અને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને તેણે કહ્યું હતું કે:
મારા માટે તો તેઓ 'ઇવિલ ડેડ' (શેતાન) જ છે. ગત 5 વર્ષમાં હું જે માનસિક યાતનાઓ અને પરેશાનીઓમાંથી પસાર થઈ છું તે કોઈ સમજી શકતું નથી. નાના પાટેકર બહુ જ અહંકારી માણસ હતા અને ઈશ્વરે જ તેમની જાન લઈ લીધી છે કારણ કે તેઓ અટકતા નહોતા.
તનુશ્રીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, કેસ પાછો ખેંચવા માટે તેના પર ભારે દબાણ કરવામાં આવ્યું હતું, તેની ગાડી સાથે અકસ્માત કરાવવા અને ફૂડ પોઈઝનિંગ કરાવવાના પ્રયાસો થયા હતા. તેણે કહ્યું કે 2008 ની ફિલ્મ 'હાર્ન ઓકે પ્લીઝ' ના સેટ પર બનેલી ઘટના બાદ મુખ્ય સાક્ષીને કોર્ટમાં લાવવામાં તેને 5 વર્ષ લાગ્યા હતા, પરંતુ જજે કેસ બંધ કરી દીધો હતો.
સિનિયર ફિલ્મ સંસ્થા AICWA નો આકરો પ્રહાર: 'જુબાન પર નિયંત્રણ રાખો'
તનુશ્રી દત્તાના આ અસંવેદનશીલ નિવેદન બાદ ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન (AICWA) ના પ્રેસિડેન્ટ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સત્તાવાર સ્ટેટમેન્ટ જાહેર કરીને તનુશ્રીના નિવેદનની આકરા શબ્દોમાં નિંદા કરી છે.
સુરેશ ગુપ્તાએ કહ્યું હતું કે:
કોઈપણ વ્યક્તિના અવસાન બાદ આવા કટુ શબ્દોનો ઉપયોગ કરવો તે માનવતાની વિરુદ્ધ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં આજ સુધી કોઈના નિધન પર કોઈએ આવું નિમ્ન કક્ષાનું નિવેદન આપ્યું નથી. નાના પાટેકરે દેશ માટે કારગિલ યુદ્ધમાં સેવા આપી હતી, 'નામ ફાઉન્ડેશન' દ્વારા હજારો પીડિત ખેડૂતોની મદદ કરી હતી. જ્યારે આખો દેશ અને ઈન્ડસ્ટ્રી શોકમાં છે ત્યારે પોતાના કાર્યક્રમ અને અહંકારની વાતો કરવી નીચી માનસિકતા દર્શાવે છે. તનુશ્રી દત્તાએ પોતાની જુબાન પર નિયંત્રણ રાખવું જોઈએ.
સોશિયલ મીડિયા પર યુઝર્સનો ભારે રોષ
તનુશ્રી દત્તાના વાયરલ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે તેને આડેહાથ લીધી હતી. લોકોએ તેના વ્યવહારને 'અમાનવીય', 'બેશરમ' અને 'ઝેર ઓકનારું' ગણાવ્યું હતું. યુઝર્સે લખ્યું હતું કે દેશના મહાન અને પદ્મશ્રી કલાકારના નિધન પર આવી ભાષા વાપરવી અત્યંત શરમજનક છે અને નાના પાટેકરના પરિવારે આ વિવાદાસ્પદ નિવેદન સામે કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવી જોઈએ.
શું હતો 2018 નો MeToo વિવાદ?
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018 માં ભારતમાં શરૂ થયેલા #MeToo મુવમેન્ટ દરમિયાન તનુશ્રી દત્તાએ વર્ષ 2008 ની ફિલ્મ 'હાર્ન ઓકે પ્લીઝ' ના શૂટિંગ દરમિયાન નાના પાટેકર પર જાતીય સતામણીનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. જોકે નાના પાટેકરે આ તમામ આક્ષેપોને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા હતા અને બાદમાં પોલીસે પણ કેસમાં ક્લોઝર રિપોર્ટ ફાઈલ કરી દીધો હતો.
