Swara Bhaskar Troll: બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરને ઘણીવાર સામાજિક મુદ્દાઓ પર બોલવા અથવા પોતાના વિચાર મુકવા પર ટ્રોલ કરવામાં આવે છે. સ્વરાએ ફરી એકવાર એક એવો મુદ્દો ઉઠાવ્યો છે જેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. અભિનેત્રીએ પેલેસ્ટાઇન અને ગાઝાના સમર્થનમાં એકતા રેલીનું પોસ્ટર શેર કર્યું છે અને મુંબઈના લોકોને આ રેલીમાં જોડાવા અપીલ કરી છે.
ગાઝા રેલીનું સમર્થન કરતાં સ્વરા ભાસ્કર ટ્રોલ
આ પણ વાંચો
સ્વરાએ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે કહ્યું છે કે મુંબઈના લોકોએ 18 જૂને યોજાનારી રેલીમાં જોડાવું જોઈએ. આ રેલી બુધવારે આઝાદ મેદાનમાં યોજાશે. જેનું આયોજન રાજકીય પક્ષો અને અનેક નાગરિક સમાજ સંગઠનોના ગઠબંધન દ્વારા કરવામાં આવ્યું છે. આ પોસ્ટ પછી સોશિયલ મીડિયા યુઝર્સ સ્વરાને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક લોકોએ આ મુદ્દે સ્વરાને પહેલગામ અને ઓપરેશન સિંદૂરને લઈને ન બોલવા પર ટ્રોલ કરી હતી.
Mumbai.. Show up for Palestine on 18 June! ??❤️✨#stopthegenocideinpalestine pic.twitter.com/huG4zN5MDL
— Swara Bhasker (@ReallySwara) June 16, 2025
એક યુઝરે લખ્યું કે તેણે પહલગામ માટે આ બધું ન કર્યું. એક બીજા યુઝરે લખ્યું કે પહલગામ, બાંગ્લાદેશી હિન્દુઓ, સીરિયામાં ખ્રિસ્તીઓ, સુદાનમાં ખ્રિસ્તીઓ, પાકિસ્તાનમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓને છોડીને તેને ફક્ત આની જ ચિંતા છે. એક યુઝરે લખ્યું કે પેલેસ્ટાઇન જાઓ'. અન્ય બીજા યુઝરે લખ્યું 'તમે હંમેશા એક જ પક્ષ માટે વિરોધ કેમ કરો છો? પહલગામના પીડિતોનું શું?'
