Amaran Movie: તહેવાર અને સિનેમા વચ્ચે ગાઢ સબંધ છે. છેલ્લા ઘણાં વર્ષોથી તહેવારોની રજાઓ દરમિયાન ફિલ્મો રિલીઝ કરીને રોકડી કરવાનો ટ્રેન્ડ રહ્યો છે. જેમાં મોટાભાગના પ્રોડ્યુસરોને સફળતા પણ સાંપડે છે. આ વર્ષે પણ દિવાળી પર્વ પર બૉલિવૂડની બે મોટી ફિલ્મો વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. જેમાં અજય દેવગન સ્ટારર 'સિંઘમ અગેન' અને કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા 3' બન્ને ફિલ્મોને સોશિયલ મીડિયામાં પોઝિટિવ રિવ્યૂ મળી રહ્યા છે. જો કે આ બન્ને ફિલ્મોને સાઉથની ફિલ્મ 'અમારન' કાંટાની ટક્કર આપી રહી છે.
હકીકતમાં દિવાળીના દિવસે એટલે કે 31 ઑક્ટોબરના રોજ રિલીઝ થયેલી સાઉથ સ્ટાર શિવા કાર્તિકેયન અને સાઈ પલ્લવીને પેન ઈન્ડિયા ફિલ્મે 20 કરોડથી વધુ ઑપનિંગ કર્યું છે. ખાસ વાત એ છે કે, આ આંકડો માત્ર ભારતનો જ છે. જ્યારે વર્લ્ડવાઈડ જોઈએ તો આ આંકડો 30 કરોડને પાર થઈ ચૂક્યો છે.
આ પણ વાંચો
130 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ 'અમારન' આવનારા વીકેન્ડ દરમિયાન પોતાનો ખર્ચો નીકાળી દે તેમ લાગી રહ્યું છે. રાજકુમાર પેરિયાસામી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી 'અમારન' ફિલ્મ શિવા કાર્તિકેયનની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બને તો નવાઈ નહીં. પહેલા વીકમાં જ એડવાન્સ બુકિંગમાં આ ફિલ્મ 22 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે.
જો અમારન ફિલ્મની વાત કરીએ તો, તે ભારતીય સેનાના રાજપૂત રેજિમેન્ટના મેજર મુકુંદ વરદરાજનના જીવન પર આધારિત છે. જેમને આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન તેમના અદમ્ય સાહસ અને પરાક્રમ માટે મરણોપરાંત અશોક ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
