Amaran: શિવકાર્તિકેયનની 'SK 21'ના શીર્ષક પરથી પડદો ઉઠ્યો, કમલ હાસને શેર કર્યું ફિલ્મનું ટીઝર અને નામ

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 16 Feb 2024 10:00 PM (IST)Updated: Fri, 16 Feb 2024 10:00 PM (IST)
amaran-sivakarthikeyans-sk-21-title-revealed-kamal-haasan-shares-movie-teaser

Amaran: સુપરસ્ટાર કમલ હાસને શિવકાર્તિકેયનની આગામી ફિલ્મ અમરનનું ટીઝર શેર કર્યું છે. ફિલ્મને પહેલા SK 21ના નામથી ઓળખવામાં આવતી હતી, પરંતુ હવે આ ફિલ્મના નામનો ખુલાસો થઈ ગયો છે. અમરનમાં શિવકાર્તિકેયનની સાથે સાઈ પલ્લવી, ભુવન અરોડા, રાહુલ બોઝ, લલ્લૂ, અજય નાગા સહિતના અનેક સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું ટીઝર કમલ હાસને શિવકાર્તિકેયનના જન્મદિવસના એક દિવસ પહેલા જાહેર કર્યું છે, જેનાથી ફેન્સ ઉત્સાહિત છે. સાઈ પલ્લવીએ પણઆ અંગે એક નોટ શેર કરી છે અને પોતાના સહ અભિનેતાને જન્મદિવસની શુભેચ્છા આપી છે.

કમલ હાસને કરી આ વાત
કમલ હાસને રાજ કમલ ફિલ્મ્સ ઈન્ટરનેશનલના બેનર હેઠળ ફિલ્મનું નિર્માણ કરે ચે. કમલ હાસને પોતાના એક્સ હેન્ડર પર અમરનનું ટીઝર શેર કર્યું છે. કેપ્શનમાં લખ્યું- જન્મદિવસની મુબારક, પ્રિય ભાઈ શિવકાર્તિકેયન, હું તમારી લાંબી ઉંમરની પ્રાર્થના કરું છું. અમરન ફિલ્મનું શીર્ષક ટીઝર શેર કરતા ઘણી જ ખુશી થઈ રહી છે.

સાઈ પલ્લવીએ અભિનંદન આપ્યા
આ સાથે જ સાઈ પલ્લવીએ પણ સોશિયલ મીડિયામાં એક નોટ શેર કરી છે. તેણે લખ્યું- જન્મદિવસ મુબારક, પ્રિય શિવકાર્તિકેયન, હું ઘણી જ ખુશ છું કે દુનિયા તમને મેજર મુકુંદ વરદરાજન તરીકે જુએ છે અને તમને તેમના પ્રત્યે પોતાના પ્રેમ અને સન્માન આપે છે. કલાકાર હોવાને કારણે આપણે જાણીએ છીએ કે આપણે કરિયર બદલનારી આવી ફિલ્મો માટે કેટલા ઉત્સુક છીએ. મને ખુશી છે કે એવું ત્યારે થઈ રહ્યું છે, જ્યારે અમે રાજકુમાર કેપી સરની ફિલ્મોમાં સાથે કામ કરી રહ્યાં છીએ. તમારા અને તમારા પ્રિય પ્રશંસકો માટે અમરન છે.

ફિલ્મની વાર્તા શું છે?
આ 2014માં જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં એક આતંકવાદ વિરુદ્ધના અભિયાનમાં શહીદ થયેલ મેજર મુકુંદ વરદરાજનની બાયોપિક છે. તેમણે મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમરનમાં શિવકાર્તિકેયન એક ભારતીય સેના રાષ્ટ્રીય રાયફલ્સ અધિકારી એટલે કે મેજર મુકુંદ વરદરાજનની ભૂમિકામાં છે. આ એક્શન ડ્રામ દેશભક્તિ પર આધારિત ફિલ્મ છે. ફિલ્મમાં અધિકારી કાશ્મીર માટે લડતા જોવા મળશે. અમરનનું સંગીત જીવી પ્રકાશે આપ્યું છે. આ ફિલ્મ 2017ની ફિલ્મ રંગૂન માટે જાણીતા થયેલા રાજકુમાર પેરિયાસામી દ્વારા નિર્દેશિત છે. સાથે જ ફિલ્મની વાર્તા પણ તેમણે જ લખી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.