Falguni Pathak Navratri In Ahmedabad: ફાલ્ગુની પાઠકના ગરબા વિના અમદાવાદની નવરાત્રી અધૂરી કહેવાય છે. ત્યારે 14 ઓક્ટોબરે શંકુસ ફાર્મ ખાતે ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક ગરબાની રમઝટ બોલાવવા આવી રહી છે.
ફાલ્ગુની પાઠક અમદાવાદ ગરબાના પાસ કેવી રીતે મેળવવા
ફાલ્ગુની પાઠક અમદાવાદમાં 14 ઓક્ટોબરે ગરબાની રમઝટ બોલાવશે. જો તમે પણ આ ગરબામાં એન્ટ્રી લેવા માંગો છો તો બુક માય શોમાં જઈને ટિકિટ બુક કરી શકો છો. પરંતુ યાદ રાખો કે ગરબાના સિંગલ ટિકિટની કિંમત 1500 રુપિયા છે. પરંતુ તે તમે નહિ મેળવી શકો. પહેલાથી જ ગરબાની સિંગલ ટિકિટો સોલ્ડ આઉટ થઈ ચુકી છે. તમારે હવે ગરબામાં જવા માટે ઓછામાં ઓછી ત્રણ ટિકિટ લેવી પડશે, જે 3900 થી શરૂ થાય છે, જેમાં તમને ફાયદો પણ થશે.
