Shweta New Photos: શ્વેતા તિવારી ટૂંક સમયમાં વેબ સિરીઝ ડુ યુ વોના પાર્ટનરમાં જોવા મળશે. આ સિરીઝનું ટ્રેલર તાજેતરમાં લોન્ચ થયું હતું, જ્યાં શ્વેતા આ સ્ટાઇલિશ વાઇન કલરના ડ્રેસમાં જોવા મળી હતી.
અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર આની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં શ્વેતા ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરમાં 44 વર્ષીય શ્વેતા વાઇન કલરનો લાંબો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. જેના બોટમમાં પ્લેટ્સ અને કોલરવાળું નેક છે.

આ ડ્રેસ શ્વેતા પર અદ્ભુત લાગે છે. અભિનેત્રીએ આ ડ્રેસ સાથે જે મેકઅપ કર્યો છે તે ઘણો જ સટલ છે. તેણે ન્યૂડ લિપસ્ટિક લગાવી છે અને બ્રાઉન આઈશેડો એપ્લાઈ કર્યો છે. તેણે પીચ બ્લશ પણ લગાવ્યો છે.
આ પણ વાંચો

શ્વેતા તિવારીએ આ વેસ્ટર્ન ડ્રેસ સાથે ગોલ્ડન કલરનો સ્ટેટમેન્ટ નેકલેસ પહેર્યો છે. હેરસ્ટાઇલની વાત કરીએ તો, શ્વેતાએ સિમ્પલ સીધા વાળ રાખ્યા છે, જે લુકને વધુ નિખારી રહ્યા છે.

શ્વેતાની બ્રાઉન ડ્રેસ પણ અદ્ભુત છે. આમાં, 44 વર્ષીય શ્વેતા તેની ફિટનેસ અને સુંદરતાથી મોટી-મોટી એક્ટ્રેસને પણ સ્પર્ધા આપી રહી છે. તેના ડ્રેસમાં કમર પર એક કટ છે, જે ગ્લેમરસ લુક આપી રહ્યો છે.

આ તસવીરમાં શ્વેતા ફ્લોરલ પ્રિન્ટ મેક્સી ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ આ ડ્રેસ સાથે હીલ્સ પહેરી છે અને હળવા મેકઅપ અને ખુલ્લા વાળ સાથે ખૂબ જ સુંદર લાગી રહી છે.