Shilpa Shetty ને એક જ દિવસમાં આવ્યા ચાર હજારથી વધુ ફોન, જાણો બાંદ્રા સ્થિત રેસ્ટોરન્ટ બંધ થવાને લઈને શું કહ્યું

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા પર 60 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લાગ્યો હતો. આ પછી એવી અફવાઓ ફેલાઈ હતી કે શિલ્પા શેટ્ટીને એક મોટા નુકસાનનો સામનો કરી રહ્યા છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Thu 04 Sep 2025 01:36 PM (IST)Updated: Thu 04 Sep 2025 01:38 PM (IST)
shilpa-shetty-on-rumours-of-shutting-down-her-mumbai-bandra-bastian-restaurant-597193

Shilpa Shetty News: મુંબઈ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અવારનવાર સોશિયલ મીડિયા પર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હાલમાં જ તેને એક દિવસમાં 4 હજાર 450 ફોન આવ્યા હતા, જેના કારણે તે પરેશાન થઈ ગઈ હતી. આ ફોન તેના બાંદ્રા સ્થિત પ્રખ્યાત રેસ્ટોરન્ટ 'બાસ્ટિયન' (Bastian) બંધ થવાની અફવાને કારણે આવ્યા હતા. હવે શિલ્પા શેટ્ટીએ આ મામલે મૌન તોડ્યું છે અને જણાવ્યું છે કે તે ખરેખર પોતાનું રેસ્ટોરન્ટ બંધ કરી રહી છે કે નહીં.

થોડા સમય પહેલા શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા (Raj Kundra) પર 60 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લાગ્યો હતો. આ પછી એવી અફવાઓ ફેલાઈ હતી કે શિલ્પા શેટ્ટીને એક મોટા નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે તેને તેનું રેસ્ટોરન્ટ બંધ કરવું પડશે.

રેસ્ટોરન્ટ બંધ થવા પર શિલ્પા શેટ્ટીએ શું કહ્યું

આ અફવાઓને કારણે ચિંતિત લોકો સતત શિલ્પાને ફોન કરીને આ સમાચારની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સમગ્ર મામલે શિલ્પા શેટ્ટીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે ફોન પર વાત કરતા સ્પષ્ટપણે કહે છે કે હું બાસ્ટિયન બંધ નથી કરી રહી, હું વચન આપું છું..ઓકે બાય. તેણે આગળ કહ્યું કે ગાઇઝ 4 હજાર 450 કોલ… પણ એક વાત તો છે કે બાસ્ટિયન માટે આ પ્રેમ હું અનુભવી શકું છું, પણ આ પ્રેમને ટોક્સિક ન બનાવો યાર. હું સાચું કહું છું કે બાસ્ટિયન ક્યાંય નથી જઈ રહ્યું.

શિલ્પા શેટ્ટી માત્ર એક સારી અભિનેત્રી જ નહીં, પણ એક કુશળ બિઝનેસવુમન પણ છે. બાસ્ટિયન મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલું એક પ્રખ્યાત હોટેલ છે, જે ત્યાંના સૌથી પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સમાંથી એક છે. મોટા સેલિબ્રિટીઝથી લઈને VIP લોકોની ભીડ અહીં અવારનવાર જોવા મળે છે.