Karachi to Noida (Seema Haider Sachin Love Story Shooting in Delhi): PUBG ગેમથી થયેલા પ્રેમની કહાની તો તમને યાદ જ હશે! ઓનલાઈન બેટલગ્રાઉન્ડ ગેમ PUBG રમતા-રમતા પાકિસ્તાની સીમા હૈદરને ભારતના નોઈડાના સચિન સાથે પ્રેમ થયો હતો. આ પછી સીમા હૈદર પાકિસ્તાન છોડી ભારત આવી પહોંચી હતી અને ત્યાર બાદ મોટો વિવાદ ઉભો થયો હતો. ચારે બાજૂ એક જ નામની ચર્ચા હતી સીમા હૈદર. એટલું જ નહીં ભારતની એજન્સીઓ પણ સીમા હૈદર પર નજરો રાખીને બેઠી હતી. હવે સીમા હૈદર પર ફિલ્મ બનવા જઈ રહી છે. જેનું નામ છે 'કરાચી ટૂ નોઈડા', આ ફિલ્મનું શૂટિંગ શરુ કરી દેવામાં આવ્યું છે.
મંગળવારે નિર્માતા અમિત જાનીએ નારિયેળ ને ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મમાં અભિનય કરી રહેલા કલાકારો દીપ રાજ રાણા, રોહિત ચૌધરી, અહેસાન ખાન, ફરહીન ફલક, આદિત્ય રાઘવ, મહંત બિજેન્દર નાથ, મનોજ બક્ષી સહિતનો ક્રૂ સોનીપત પહોંચી ગયો છે. આજે અને આવતીકાલે ફિલ્મના 30 સીન સોનીપત, નોઈડા અને દિલ્હીમાં શૂટ કરવામાં આવશે.
ફિલ્મ બનાવવાની જાહેરાત બાદ નિર્માતા અમિત જાનીને પાકિસ્તાન તરફથી ઘણી ધમકીઓ મળી હતી. તેને ઘણી વખત વિવાદોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ બધાની વચ્ચે તાજેતરમાં જ ફિલ્મનું થીમ સોંગ રિલીઝ થયું હતું. ફિલ્મનું શૂટિંગ આજથી શરૂ થઈ ગયું છે.
ફિલ્મ 'કરાચી ટુ નોઈડા' જાની ફાયરફોક્સના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં સીમા પોતે હીરોઈનનો રોલ કરશે. ફિલ્મનું ટાઈટલ પણ રજીસ્ટર થઈ ગયું છે. ફિલ્મ નિર્માતા અમિત જાનીએ જણાવ્યું કે આ ફિલ્મ સંપૂર્ણપણે સીમાના જીવન પર આધારિત હશે. અમિત બીજી ફિલ્મ 'એ ટેલર્ડ મર્ડર સ્ટોરી'માં સીમાને RAW એજન્ટનો રોલ આપશે. કરાચીથી નોઈડા ફિલ્મનું નિર્દેશન જયંત સિન્હા અને ભરત સિંહ કરી રહ્યા છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
