સીમા હૈદરની લવસ્ટોરી પર બની રહેલી ફિલ્મ 'કરાચી ટૂ નોઈડા'નું થીમ સૉન્ગ આઉટ, 50થી વધુ કલાકારોના ઓડિશનમાંથી પસંદ કરવામાં આવી પરફેક્ટ એભિનેત્રી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 21 Aug 2023 06:37 PM (IST)Updated: Mon, 21 Aug 2023 06:39 PM (IST)
seema-haider-love-story-movie-karachi-to-noida-theme-song-chal-pade-hum-out

Karachi to Noida Theme Song: પોતાના પ્રેમને પામવા માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર હવે દેશભરમાં જાણીતું નામ બની ગઈ છે. કેટલાક તેના પ્રેમની પ્રશંસા કરી રહ્યાં છે, તો કેટલાક તેને ટ્રોલ પણ કરી રહ્યાં છે. જો કે સીમા હૈદરની લવ સ્ટોરીથી સમગ્ર વિશ્વને વાકેફ કરવાની વાત થઈ રહી હતી, જે હવે સાચી સાબિત થઈ રહી છે. 30 વર્ષની સીમા હૈદર પોતાના 22 વર્ષીય પ્રેમી સચિન મીણાને પામવા માટે સરહદ પાર કરીને આવી છે. આ તમામ બાબતો 'કરાચી ટૂ નોઈડા' નામની ફિલ્મમાં દર્શાવવામાં આવશે. જેનું થીમ સૉન્ગ આજે સામે આવી ચૂક્યું છે.

'કરાચી ટૂ નોઈડા' ફિલ્મનું થીમ સૉન્ગ છે "ચલ પડે હમ". આ ગીતને પ્રીતિ સરોજે પોતાનો અવાજ આપ્યો છે. જ્યારે આ ફિલ્મમાં ફરહીન ફલક, સીમા હૈદરની ભૂમિકામાં જોવા મળશે. રિપોર્ટ અનુસાર, "ચલ પડે હમ"ને 500થી વધુ મ્યૂઝીક પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરવામાં આવી છે.

50 થી વધુ કલાકારો માટે ઓડિશન
નિર્માતા અમિત જાનીએ જણાવ્યું કે, આ ફિલ્મ માટે 50થી વધુ અભિનેતાઓ, અભિનેત્રીઓ તેમજ મૉડલ ઓડિશન આપવા આવ્યા હતા. વીડિયો X (Twitter) પર શેર કરવામાં આવ્યો છે. સીમા હૈદરની ભૂમિકા માટે ફરહીન ફલક એકદમ પરફેક્ટ લાગી.

આ ફિલ્મનું થીમ સૉન્ગ દિલ્હીના સંસ્કાર ભારતીય ઓડિટોરિયમમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જ્યારે આગામી 27 ઓગસ્ટે અમિત જાની મુંબઈમાં પોસ્ટર લોન્ચ કરી શકે છે.

કોણ છે સીમા હૈદર?
પાકિસ્તાનના સિંધની રહેવાસી સીમા હૈદર પહેલાથી જ પરિણીત છે. સચિન મીણા સાથેની તેની લવસ્ટોરી ત્યારે ચર્ચામાં આવી, જ્યારે સીમા તેને મળવા અને તેની સાથે સ્થાયી થવા માટે પોતાના ચાર બાળકો સાથે પાકિસ્તાનની સરહદ પાર કરી. પાકિસ્તાનથી નેપાળ થઈને સીમા હૈદર બસ મરફતે ભારત પહોંચી અને અહીં આવીને ગ્રેટર નોઈડાના સચિન સાથે મુલાકાત કરી.

સચિન અને સીમાની લવ સ્ટોરીના ખુલાસા બાદ અનેક સમાચારો સામે આવી રહ્યાં છે, પરંતુ તેમની લવસ્ટોરીને મોટા પડદા પર દર્શાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.