Sam Bahadur Teaser: 'દેશની રક્ષા માટે દુશ્મનનો જીવ લેવો એ એક સોલ્જરની ડ્યુટી છે', વિક્કી કૌશલનો જુસ્સો જોઈને તમે પણ દેશ પ્રેમમાં રંગાઈ જશો

By: Manan VayaEdited By: Manan Vaya Publish Date: Fri 13 Oct 2023 02:18 PM (IST)Updated: Fri 13 Oct 2023 02:18 PM (IST)
sam-bahadur-teaser-vicky-kaushal-stars-in-the-movie-based-on-field-marshal-sam-manekshaw-life-213831

Sam Bahadur Teaser: સેમ બહાદુર મુવીનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ પિક્ચર સેમ માનેકશોના જીવન પર આધારિત છે. આ ફિલ્મ મેઘના ગુલઝાર દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે, જેમાં વિક્કી કૌશલ લીડ રોલમાં છે. તેની સાથે સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ છે.

વિક્કીની જોરદાર એક્ટિંગ
1 મિનિટ અને 22 સેકન્ડના ટીઝરમાં વિક્કી કૌશલની એક્ટિંગ છવાઈ જાય છે. એક સોલ્જરની ભૂમિકામાં કઈ પ્રકારની બોડી લેન્ગવેજ હોવી જોઈએ. કેવા મૅનરિઝમ હોવા જોઈએ, કઈ રીતે ડાયલોગ બોલવા જોઈએ - આ બધી બાબતોમાં વિક્કીએ મહારત હાંસિલ કરી લીધી છે. આ ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે, સેમ માનેકશો ઇન્ડિયન આર્મી માટે કેટલા ડેડીકેટેડ હતા અને ઇન્ડિયન આર્મી માટે કંઈપણ કરવા તૈયાર હતા.

ડાયલોગે લોકોનું દિલ જીત્યું
આ ફિલ્મના ટીઝરમાં વિકી કૌશલનો ડાયલોગ - "દેશની રક્ષા માટે દુશ્મનનો જીવ લેવો એ એક સોલ્જરની ડ્યુટી છે", લોકોનું દિલ જીતવામાં સફળ રહ્યો છે. નોંધનીય છે કે, સાન્યા મલ્હોત્રા તેમના પત્નીની ભૂમિકામાં, જ્યારે ફાતિમા સના શેખ પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. આ મુવી 1 ડિસેમ્બરના રોજ થિએટર્સમાં રિલીઝ થશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.