Salman Khan Ganesh Chaturthi: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. સલમાન ખાન સોમવારે મહારાષ્ટ્રના મંત્રી આશિષ શેલારના ઘરે ગણપતિ દર્શન માટે પૂજામાં પહોંચ્યો હતો. આ દરમિયાન 'ભાઈજાન' ખુલ્લા પગે પંડાલમાં જોવા મળ્યા અને તેમણે આરતી-પૂજા પણ કરી.
બાપ્પાના દર્શને પહોંચ્યો સલમાન ખાન
સલમાન ખાન સિક્યોરિટી સાથે મહારાષ્ટ્રના મંત્રી આશિષ શેલારના ઘરે ગણેશ પંડાલ પહોંચ્યો હતો. સલમાન ખાને બાપ્પાના દર્શન કર્યા, આશીર્વાદ લીધા અને હાથ જોડીને પ્રાર્થના કરતા જોવા મળ્યા. તેમણે પ્રસાદ પણ લીધો અને કપાળે તિલક પણ લગાવ્યો. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
સલમાન ખાનના લુકની ચાહકોએ કરી પ્રશંસા
આ પ્રસંગે સલમાન ખાનની સાદગી પણ નજરે ચડી હતી. તેઓ એક સામાન્ય માણસની જેમ ચેક્ડ શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલા સાધારણ લુકમાં જોવા મળ્યા. તેમની સાથે તેમની ભારે-ભરકમ સુરક્ષા પણ હતી અને ગાડીઓનો કાફલો પણ જોવા મળ્યો હતો. દર્શન કર્યા બાદ તેઓ દોડીને કારમાં બેસતા નજરે પડ્યા હતા.