શું મુસ્લિમ હોવાના કારણે Saif Ali Khan ને જુહૂમાં ઘર ન મળ્યું ? સામે આવી ચોંકાવનારી હકીકત

સૈફ અલી ખાને જણાવ્યું કે તેઓ મુંબઈના પોશ વિસ્તાર જુહૂમાં એટલા માટે ઘર ન ખરીદી શક્યા કારણ કે તેઓ એક મુસ્લિમ હતા. તમને એવું કહીને ના પાડી દેવામાં આવશે કે અમે મુસલમાનોને ઘર નથી આપતાં.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 28 Jan 2025 04:22 PM (IST)Updated: Tue, 28 Jan 2025 04:22 PM (IST)
saif-ali-khan-reason-of-why-he-did-not-buy-home-in-juhu-talked-about-religious-discrimination-in-india

Saif Ali Khan News: આ મહિનાની 16 જાન્યુઆરીએ સૈફ અલી ખાન પર તેમના ઘરમાં ઘુસીને એક શખ્સે હુમલો કર્યો હતો. હાલ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ વચ્ચે સૈફ અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેતાએ તેમના ધર્મ સાથે જોડાયેલા અંગત અનુભવને શેર કર્યો હતો.

જુહૂમાં મુસ્લિમ હોવાના કારણે ઘર ન મળ્યું - સૈફ અલી ખાન

સૈફ અલી ખાને જણાવ્યું કે તેઓ મુંબઈના પોશ વિસ્તાર જુહૂમાં એટલા માટે ઘર ન ખરીદી શક્યા કારણ કે તેઓ એક મુસ્લિમ હતા. સૈફ અલી ખાને ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મુસ્લિમ થઈને જુહૂમાં ઘર ખરીદવાની કોશિશ કરો, તમને એવું કહીને ના પાડી દેવામાં આવશે કે અમે મુસલમાનોને ઘર નથી આપતાં.

ભારતમાં ધર્મને લઈને ભેદભાવ - સૈફ અલી ખાન

ઈન્ટરવ્યુ દરમિયાન સૈફ અલી ખાનને પુછવામાં આવ્યું કે શું તમને ભારતની બહાર આ પ્રકારના ભેદભાવનો સામનો કરવો પડ્યો ? આ સવાલ પર સૈફ અલી ખાને જવાબ આપ્યો કે અમેરિકામાં નહિ પરંતુ ભારતમાં આ પ્રકારના ભેદભાવનો સામનો કરવો પડે છે. ભારતમાં ધાર્મિક તણાવોની વાત કરતાં તેમણે કહ્યું કે ભારતમાં ધાર્મિક તણાવ છે. અને તેથી જ લગભગ ભારત વિશે એવી વાત છે કે તેને સહન કરવું. માનવ સ્વભાવ સરળ નથી. અને ક્યારેય તે સરળ નથી કે બીજા સાથે લડો અને એક ધર્મ બીજા સાથે લડે.