Rapper Badshah: રેપર બાદશાહ પોતાના ગીતો માટે જાણીતો છે. તેના ગીતો રિલીઝ થતાની સાથે જ ચર્ચામાં આવી જાય છે. જો કે, હાલમાં જ રિલીઝ થયેલું ગીત 'સનક' પોતાની લિરિક્સને લઈને વિવાદમાં જોવા મળી રહ્યું છે. ગીત 'સનક' પર મોટા વિવાદ પછી બાદશાહ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. હવે, ગીત 'સનક' પર મોટા વિવાદ પછી રેપર બાદશાહે સોશિયલ મીડિયાના માધ્યમથી માફી માગી છે.
રેપર બાદશાહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, મને જાણકારી મળી છે કે, મારું લેટેસ્ટ રિલીઝ ગીત 'સનક'થી કેટલાક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હું ક્યારેય પણ જાણી જોઈને અથવા ભૂલથી પણ કોઇને ઠેસ નહીં પહોંચાડું. હું મારી આર્ટિસ્ટિક ક્રિએશન્સ અને મ્યૂઝિકલ કંપોઝિશન્સને ઘણી ઈમાનદારી અને ઉત્સાહ સાથે તમારા સુધી પહોંચાડું છું મારા ફેન્સ. હાલની ઘટના પછી મેં આ વિશે સ્ટેપ લઈને પોતાના ગીતના કેટલાક ભાગોને બદલ્યા છે અને બધા ડિજીટલ પ્લેટફોર્મ્સ પર નવા વર્ઝન સાથે જૂના વર્ઝનને બદલી નાખ્યો છે તેથી બીજા કોઈની ભાવનાને ઠેસ ન પહોંચે.'
રેપર બાદશાહે વધુમાં જણાવ્યું હતું કે, 'હાલ રિપ્લેસમેન્ટ પ્રોસેસમાં થોડા ટાઈમ લાગશે. જે પછી જ નવું વર્ઝન બધા ડિજીટલ પ્લેટફોર્મ્સ પર મળશે. હું દરેકને વિન્રમ નિવેદન કરું છું કે ત્યાં સુધી થોડો ધૈર્ય રાખો. હું એ તમામ લોકોની દિલથી માફી માગુ છું જેમણે મેં અજાણતા ઠેસ પહોંચાડી છે. મારા ફેન્સ મારા માટે સૌથી મોટા સપોર્ટર બનીને રહ્યા છે અને તે માટે હું હંમેશા તેમનું ધ્યાન રાખું છું અને તેમનાથી પ્રેમ કરું છું. તમને બધાને ખૂબ પ્રેમ, બાદશાહ!'
રેપર બાદશાહના ગીત સનકમાં 'ભોલનાથ' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે ઈન્દોરની પરશુરામ સેના નામના સંગઠને ફરિયાદ નોંધાવી હતી. તેમનો આરોપ હતો કે, ગાળો વાળા ગીતમાં ભોલેનાથ શબ્દનો ઉપયોગ કરીને તેને અપમાનિત કરવામાં આવ્યો છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.