રણવીરસિંહ-દિપિકા પાદુકોણેના ઘરે ફરી ગુંજી કિલકારીઃ એક્ટ્રેસે બીજી દીકરીને જન્મ આપ્યો, પગલાની તસવીર શેર કરી ખુશખબરી આપી

બોલિવૂડ સ્ટાર દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહના (Ranveer Singh) ઘરે બીજી દીકરીનો જન્મ થયો છે, જેની ખુશખબર રણવીરસિંહે સોશિયલ મીડિયા પર શેર કરી. આ કપલની પ્રથમ દીકરી દુઆનો જન્મ 2024માં થયો હતો, અને હવે 2026માં નવા મહેમાનનું આગમન થયું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 19 Sep 2026 09:26 PM (IST)Updated: Sat, 19 Sep 2026 09:26 PM (IST)
ranveer-singh-and-deepika-padukone-blessed-with-second-daughter-share-heartwarming-post

Deepika Padukone: બૉલિવૂડની લોકપ્રિય સ્ટાર જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ફેન્સ માટે એક ખુશખબર છે. હકીકતમાં આ બૉલિવૂડ કપલના ઘરે ફરીથી પારણું બંધાયું છે. જેમાં દીપિકા પાદુકોણેએ બીજી દીકરીને જન્મ આપ્યો છે. આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર બન્ને કલાકારોના ફેન્સ ઉપરાંત બૉલિવૂડ સેલેબ્સ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. 

રણવીરસિંહ અને દીપિકા પાદુકોણને પહેલા જ 'દુઆ પાદુકોણ સિંહ' નામે એક દીકરી છે. એવામાં આજે 19 સપ્ટેમ્બર, 2026ના રોજ બીજી દીકરીને જન્મ આપ્યો છે.ખુદ રણવીરસિંહે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નાના બાળકના પગલાનું ચિત્ર મૂકીને આ ખુશખબર આપી છે.

Vadodara Ganeshotsav: આજવા રોડ પર શ્રીજી યુવક મંડળે બનાવેલી AI આધારિત હાઈટેક હોરર ગુફા આકર્ષણનું કેન્દ્ર બની, જુઓ VIDEO

દીપિકા-રણવીર બીજીવાર માતા-પિતા બન્યા

દીપિકા-રણવીરસિંહની મોટી દીકરી દુઆનો જન્મ 8 સપ્ટેમ્બર, 2024ના રોજ થયો હતો. આમ પ્રથમવાર માતા-પિતા બન્યાના લગભગ 2 વર્ષ બાદ આ બૉલિવૂડ કપલના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે.

 

જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણેએ આ વર્ષે જ 19 એપ્રિલ, 2026ના રોજ પોતાની બીજી પ્રેગ્નેન્સી અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર દીકરી 'દુઆ'ની તસવીર શેર કરી હતી, જેમાં તે પોઝિટિવ પ્રેગ્નેન્સી ટેસ્ટ કિટ પકડીને જોવા મળી હતી.

6 વર્ષ સુધી ડેટિંગ કર્યાં બાદ રણવીર-દીપિકાના લગ્ન

વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'રામલીલા'ના શુટિંગ દરમિયાન દીપિકા પાદુકોણ અને રણવીરસિંહ વચ્ચે પ્રેમપાંગર્યો હતો. લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં બાદ આખરે નવેમ્બર-2018માં ઈટાલીના લેક કોમોમાં બન્ને જણા લગ્નગ્રંથિથી બંધાયા હતા. દીપિકા અને રણવીરે કોંકણી અને સિંધી એમ બન્ને રિવાજ પ્રમાણે લગ્ન કર્યાં હતા.