Ramayana OTT Release: ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે 'રામાયણ'? નિર્માતા નમિત મલ્હોત્રાએ તોડ્યું મૌન

રણબીર કપૂર અને સાઈ પલ્લવીની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મ કયા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર અને ક્યારે આવશે તે અંગે ચાહકોમાં ભારે ઉત્સુકતા હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 29 Nov 2026 02:48 PM (IST)Updated: Sun, 29 Nov 2026 02:48 PM (IST)
ramayana-ott-release-update-producer-namit-malhotra-denies-450-crore-digital-rights-deal-ranbir-kapoor
રામાયણ ઓટીટી

Ramayana OTT Release Update: બોલિવૂડની સૌથી ચર્ચિત અને ભવ્ય ફિલ્મ 'રામાયણ' (Ramayana) ની OTT રિલીઝને લઈને ચાલી રહેલી તમામ અટકળો પર નિર્માતા નમિત મલ્હોત્રા એ પૂર્ણવિરામ મૂકી દીધું છે. રણબીર કપૂર અને સાઈ પલ્લવીની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મ કયા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર અને ક્યારે આવશે તે અંગે ચાહકોમાં ભારે ઉત્સુકતા હતી. જોકે, નમિત મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે ફિલ્મને કોઈપણ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની મેકર્સની કોઈ યોજના નથી.

JioHotstar સાથે ₹450 કરોડની ડીલના અહેવાલો નકાર્યા

અગાઉ મીડિયા વર્તુળોમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે JioHotstar એ ₹450 કરોડની જંગી રકમમાં 'રામાયણ' ના ડિજિટલ રાઈટ્સ ખરીદી લીધા છે. પરંતુ તાજેતરમાં ડીડી ન્યૂઝ (DD News) સાથેની ખાસ વાતચીતમાં નમિત મલ્હોત્રાએ આ તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા. તેમણે ખુલાસો કર્યો હતો કે આ ફિલ્મ હજુ સુધી કોઈપણ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને વેચવામાં આવી નથી અને તેની ડિજિટલ રિલીઝનું તાત્કાલિક કોઈ આયોજન નથી.

'મોટા પડદા પર ફિલ્મનો અનુભવ કરો': નમિત મલ્હોત્રા

OTT રિલીઝ અંગે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરતા નમિત મલ્હોત્રાએ દર્શકોને થિયેટરમાં જઈને ફિલ્મ માણવાનો આગ્રહ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "અમે હાલની તારીખે સ્ટાન્ડર્ડ પ્રોસેસ હેઠળ OTT પર રિલીઝ કરી રહ્યા નથી. હું ઈચ્છતો હતો કે દર્શકો આ ફિલ્મ, તેના સંગીત અને દ્રશ્યોનો અનુભવ મોટા પડદા પર કરે. OTT પર તો ઘણા મહિનાઓ પછી આવશે, અત્યારે કોઈ તાત્કાલિક પ્લાન નથી."

તેમણે વધુમાં ઉમેર્યું કે, "મેં આજ સુધી કોઈને OTT રાઈટ્સ વેચ્યા નથી. મારું માનવું છે કે જ્યાં સુધી ફિલ્મ થિયેટરમાં ચાલી રહી છે ત્યાં સુધી તેનો આનંદ લો. જ્યારે OTT પર આવવાની હશે ત્યારે આવશે, પરંતુ આજની તારીખે ન તો મેં કોઈની સાથે ડીલ કરી છે કે ન તો આગામી થોડા દિવસોમાં કોઈ ડીલ કરવાનો ઈરાદો છે."

પહેલા ભાગની સફળતા અને બીજા ભાગની રિલીઝ ડેટ

ઉલ્લેખનીય છે કે 'રામાયણ' નો પ્રથમ ભાગ 5 નવેમ્બર ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયો હતો, જેને બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. બીજી તરફ, આ ફિલ્મનો બીજો ભાગ જે અગાઉ દિવાળી 2027 માં રિલીઝ થવાનો હતો, તે હવે પાછળ ઠેલાયો છે. નવા અપડેટ મુજબ 'રામાયણ' નો બીજો ભાગ હવે દિવાળી 2028 માં સિનેમાઘરોમાં રજૂ થઈ શકે છે.