Jailer 2 Box Office Collection: સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ એક્શન-ડ્રામા ફિલ્મ 'જેલર 2' (Jailer 2) બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. એડવાન્સ બુકિંગથી શરૂ થયેલો પ્રેક્ષકોનો ઉત્સાહ હવે થિયેટરોમાં પ્રચંડ કમાણીના આંકડાઓમાં ફેરવાઈ રહ્યો છે. ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ સિનેમાઘરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે. માત્ર 6 દિવસના ટૂંકા ગાળામાં 'જેલર 2' એ વૈશ્વિક સ્તરે ₹500 કરોડથી વધુની જંગી કમાણી કરીને બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચી દીધો છે.
2026ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ
આ શાનદાર કમાણી સાથે 'જેલર 2' વર્ષ 2026ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. હાલમાં આ કમાણીની રેસમાં તે માત્ર 'ધુરંધર 2' (Dhurandhar 2) અને 'દ્રશ્યમ 3' (Drishyam 3) થી જ પાછળ છે. રજનીકાંતની 2025માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'કુલી' (Coolie) એ વૈશ્વિક સ્તરે ₹518 કરોડનો બિઝનેસ કર્યો હતો, પરંતુ 'જેલર 2' એ માત્ર 8 જ દિવસમાં ₹582.45 કરોડની વૈશ્વિક કમાણી કરીને અગાઉના અનેક રેકોર્ડ્સ ધ્વસ્ત કરી દીધા છે.
સ્થાનિક અને વૈશ્વિક બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા
આ ફિલ્મે પ્રથમ દિવસે ₹59.70 કરોડની ધમાકેદાર ઓપનિંગ સાથે બોક્સ ઓફિસ પર એન્ટ્રી કરી હતી. તેમજ બીજા દિવસે ફિલ્મે ₹37.10 કરોડનું કલેક્શન કર્યું હતું. અને વીકડેઝ દરમિયાન પણ મજબૂત પકડ જાળવી રાખીને ફિલ્મે પ્રથમ સપ્તાહ પૂર્ણ થાય તે પહેલાં જ ભારતમાં ₹317.20 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. અત્યાર સુધીમાં ભારતનું કુલ નેટ કલેક્શન ₹371.45 કરોડ સુધી પહોંચી ગયું છે. અને માત્ર 8 દિવસમાં વૈશ્વિક સ્તરે આ ફિલ્મે ₹582.45 કરોડની કમાણી કરીને રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું છે.
શું છે ફિલ્મની વાર્તા અને સ્ટાર કાસ્ટ?
નેલ્સન દિલીપકુમારના શાનદાર દિગ્દર્શન અને સન પિક્ચર્સ (Sun Pictures) ના બેનર હેઠળ બનેલી 'જેલર 2' માં રજનીકાંત ફરી એકવાર નિવૃત્ત જેલર 'ટાઈગર મુથુવેલ પાંડિયન' ના આઇકોનિક પાત્રમાં જોવા મળે છે. ફિલ્મની વાર્તા મુથુવેલ પાંડિયનના શાંત જીવનથી શરૂ થાય છે, પરંતુ ગુનાહિત જગતમાંથી આવતો એક નવો ભયાનક ખતરો તેના પરિવારની સુરક્ષા સામે સવાલો ઊભા કરે છે. પોતાના પરિવાર અને વિરાસતનું રક્ષણ કરવા માટે તે ફરીથી પોતાના જૂના, ખૌફનાક અને પ્રચંડ અવતારમાં પાછો ફરે છે.
ફિલ્મની આ સતત વધતી કમાણી જોતાં હવે સિનેપ્રેમીઓ અને ટ્રેડ એનાલિસ્ટ્સની નજર બીજા વીકએન્ડના કલેક્શન પર છે. એ જોવું રસપ્રદ રહેશે કે 'જેલર 2' તેના અગાઉના પ્રીક્વલ ભાગના લાઈફટાઈમ કલેક્શનને ક્યારે માત આપે છે.
