રજનીકાંતની 'જેલર 2'એ પહેલા જ દિવસે તોડ્યા ઘણી ફિલ્મોનો રેકોર્ડ, જાણો ટોટલ કલેક્શન

દ્રશ્યમ 3 ના શાનદાર બોક્સ ઓફિસ પ્રદર્શનની વચ્ચે, રજનીકાંતની સમગ્ર ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જેલર 2'હવે સિનેમાઘરોમાં આવી ગઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 16 Oct 2026 12:32 PM (IST)Updated: Fri, 16 Oct 2026 12:32 PM (IST)
jailer-2-box-office-collection-day-1-rajinikanth-movie-grand-opening-worldwide

Jailer 2 Box Office Day 1: દ્રશ્યમ 3 ના શાનદાર બોક્સ ઓફિસ પ્રદર્શનની વચ્ચે, રજનીકાંતની સમગ્ર ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જેલર 2'હવે સિનેમાઘરોમાં આવી ગઈ છે. 15 ઓક્ટોબરે રિલીઝ થયેલી આ એક્શન-ડ્રામા ફિલ્મે શરૂઆતથી જ ઘણી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. 'જેલર 2'એ તેના પહેલા દિવસે સ્થાનિક બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી હતી.

'જેલર 2'ની પ્રથમ દિવસની કમાણી

Sacnilk.com ના અહેવાલો અનુસાર, રજનીકાંતની સૌથી મોટી ફિલ્મોમાંની એક એવી 'જેલર 2'એ સ્થાનિક બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે જ 60 કરોડની શાનદાર કમાણીથી શરુઆત કરી છે. નિર્માતાઓએ આ ફિલ્મને પાંચ ભાષાઓમાં રિલીઝ કરી હતી. જેમાં હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાનો સમાવેશ થાય છે.

તમિલ અને તેલુગુમાં કેટલી કમાણી?

રજનીકાંત તમિલના સુપરસ્ટાર હોવાથી આ ફિલ્મને તમિલ ભાષામાં શાનદાર શરુઆત મળી હતી. તમિલ ભાષામાં 'જેલર 2'એ પહેલા દિવસે કુલ રુ. 43.35 કરોડનો વકરો કર્યો હતો. જ્યારે તેલુગુ ભાષામાં ફિલ્મે રુ.12.50 કરોડની કમાણી કરી હતી. તે સિવાય હિન્દી ભાષામાં પણ જેલર 2ની કમાણી રુ. 3.50 કરોડ સુધી પહોંચી ગઈ છે.

કન્નડ ભાષામાં ફિલ્મે રુ. 35 લાખની કમાણી કરી. જોકે ફિલ્મને મજબૂત શરૂઆત મળી હતી, પરંતુ પાંચ ભાષાઓમાં રિલીઝ થવા છતાં, તે સ્થાનિક બોક્સ ઓફિસ પરદ્રશ્યમ 3 દ્વારા સ્થાપિત પ્રથમ દિવસના રેકોર્ડને તોડી શકી નહીં.

પહેલા જ દિવસે 'જેલર 2'એ તોડ્યો આ ફિલ્મોનો રેકોર્ડ

રજનીકાંતની ધમાકેદાર ઓપનિંગ લેનારી ફિલ્મ 'જેલર 2'નો જાદુ માત્ર ઇન્ડિયામાં જ નહીં, પણ વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર પણ ચાલ્યો છે. શુક્રવારે પહેલા જ દિવસે વૈશ્વિક સ્તરે 'જેલર 2'ના ખાતામાં 125.55 કરોડ રૂપિયા આવ્યા છે અને ઓવરસીઝ માર્કેટમાં ફિલ્મે 55 કરોડની કમાણી કરી છે.

'જેલર 2'એ ઓપનિંગ ડે પર થલાપતિ વિજયની એક નહીં, પરંતુ 2 મોટી ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પહેલા દિવસની કમાણીના મામલે આ ફિલ્મ જન નાયકન અને ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ બંનેથી આગળ નીકળી ગઈ છે. આ ઉપરાંત મૂવીએ વિક્રમનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. ઓવરસીઝ માર્કેટની કમાણીના મામલે જેલર 2એ ધુરંધર 2 અને દ્રશ્યમ 3 બંનેથી આગળ નીકળી ચૂકી છે.