Radhika Merchant Look: અંબાણી પરિવાર હંમેશાથી તેની ધાર્મિક પ્રવૃતિઓ માટે જાણીતો છો. પરિવારના સભ્યો અનેકવાર ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા નજરે પડે છે. ઈશ્વરને લઈને તેમની શ્રદ્ધા અનેકવાર નજરે પડે છે. એમાં પણ જ્યારથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જ્યારથી લગ્ન થયા છે. રાધિકા હંમેશા ચર્ચામાં રહે છે. તેનું કારણ છે તેની સાદગી અને તેનો સ્વભાવ. જે પહેલા પણ લોકો જોઈ ચુક્યા છે.
હાલમાં જ રાધિકા મર્ચન્ટનો શ્રીનાથજીના દરબારમાં દર્શનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાધિકા પૂર્ણ રીતે ભક્તિમાં ડૂબેલી દેખાઈ રહી છે. તેનો આ અંદાજ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. લોકો તેમના સંસ્કારના વખાણ કરી રહ્યા છે.
શ્રીનાથજીના દરબારમાં રાધિકા મર્ચન્ટ
રાધિકા મર્ચન્ટ તેના માતા પિતા શ્રીનાથજીના દરબારમાં પહોંચી હતી. ભગવાન સામે શિશ ઝુકાવી તેણે દર્શન કર્યા હતા. મંદિરમાં રાધિકાને સન્માનિત પણ કરવામાં આવી હતી. તેને એક ટોકરીમાં કંઈક સામાન પણ ભેટ આપવામાં આવ્યો હતો. રાધિકા આ દરમિયાન ઓરેન્જ કલરની ઓઢણી પહેરેલી નજરે પડી હતી. ઈશ્વરની ભક્તિમાં રાધિકાના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું.
લોકોએ કર્યા રાધિકાના વખાણ
રાધિકા મર્ચન્ટનો સાદગીભર્યો અંદાજ ફરી એકવાર લોકોને જોવા મળ્યો હતો. આ તસવીરો વાયરલ થતાં લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એક શખ્સે કમેન્ટ કરતાં જણાવ્યું કે ભગવાન તેમને ખુશ રાખે. એક શખ્સે લખ્યું કે ગર્વની વાત છે.
ઉલ્લેખનીય છે લગ્ન પહેલા પણ રાધિકા મર્ચન્ટ અનંત અંબાણી સાથે અનેક મંદિરોની મુલાકાત લઈ ચુકી છે. અને લગ્ન બાદ આ તેઓ અનેક ધાર્મિક સ્થળોએ નજરે પડે છે.