Parineeti Chopra: બોલીવૂડ એક્ટ્રેસ પરિણીત ચોપરા લગ્ન પછી પહેલું વેકેશન મનાવવા માલદિવ્સ પહોંચી ગઇ છે. ત્યાના કેટલાક ફોટો પણ તેણે શેર કર્યા છે. અને કેપ્શનમાં લખ્યું છે કે હનીમૂન પર નથી આવી. ફોટોમાં પરિણીતી ચોપડા હાથોમાં પિંક ચૂડા પહેરેલી નજરે આવી રહી છે. આ તસવીરને લાખો લાઈક્સ મળી ગઈ છે.
આ તસવીરો શેર કરતી વખતે પરિણીતી ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "હું હનીમૂન પર નથી. આ ફોટો મારી ભાભીએ લીધો છે." પરિણીતાએ કેપ્શનમાં હેશટેગ GirlsTrip પણ લખ્યું છે. એક યુઝરે મસ્તી કરતાં કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, તમે મને કહ્યું તે સારું છે. એક વ્યક્તિએ લખ્યું, "કોઈપણ રીતે, આ દિવસોમાં EDના લોકો તમને પકડી રહ્યા છે." એક યુઝરે લખ્યું, "મને લાગે છે કે તમારા પતિ સાથે હનીમૂન પર જવા કરતાં તમારી ભાભી સાથે હનીમૂન પર જવું અને તેમની સાથે સારી રીતે બોન્ડિંગ કરવું વધુ મહત્વનું છે."
પરિણીતી ચોપરાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર કેટલીક તસવીરો પણ શેર કરી છે. એક ફોટોમાં જ્યાં તેણે સમુદ્ર કિનારા અને સુંદર વાદળી આકાશનો નજારો બતાવ્યો છે, તો બીજા ફોટોમાં તે હાથમાં કપ પકડેલી જોવા મળી રહી છે.
24 સપ્ટેમ્બર 2023ના રોજ ઉદયપુરમાં તેમણે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.