Hera Pheri 3: બાબુ ભૈયાની થઈ 'હેરા ફેરી 3' માં વાપસી, પરેશ રાવલે કહ્યું- હવે બધું બરાબર છે

Paresh Rawal Hera Pheri 3: બોલિવૂડની કોમેડી ફ્રેન્ચાઈઝ 'હેરા ફેરી' ના ત્રીજા પાર્ટની જ્યારથી જાહેરાત થઈ છે, ત્યારે આ ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 30 Jun 2025 09:31 AM (IST)Updated: Mon, 30 Jun 2025 09:32 AM (IST)
paresh-rawal-back-in-hera-pheri-3-after-dispute-ends-with-akshay-kumar
HIGHLIGHTS
  • હેરા ફેરીમાં બાબુ ભૈયાનું લોકપ્રિય પાત્ર ભજવતા પરેશ રાવલની વાપસી.
  • અગાઉ પરેશ રાવલે આ ફ્રેન્ચાઇઝીમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી.
  • ફેન્સને હેરા ફેરી 3માં ઓજી ત્રિપુટી અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ એકસાથે જોવા મળશે.

Paresh Rawal Hera Pheri 3: બોલિવૂડની કોમેડી ફ્રેન્ચાઈઝ 'હેરા ફેરી' ના ત્રીજા પાર્ટની જ્યારથી જાહેરાત થઈ છે, ત્યારે આ ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં જ થોડા સમય પહેલાં આ ફ્રેન્ચાઈઝમાં બાબુ ભૈયાનો રોલ પ્લે કરતાં દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે હેરા ફેરી 3 માંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી. આ સમાચાર સાંભળીને ફેન્સ ખૂબ જ નિરાશ થયા હતા. ફેન્સ તેમને આવું ન કરવાની વાત કરી હતી. ત્યારે હવે પરેશ રાવલે (Paresh Rawal) ફેન્સને મોટું સરપ્રાઇઝ આપ્યું છે અને સાથે જ જણાવ્યું છે કે, તેઓ આ ફિલ્મમાં પાછા ફરશે કે નહીં.

અભિનેતા પરેશ રાવલ છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છે. હેરા ફેરી ફ્રેન્ચાઈઝમાં પરેશ રાવલનું પાત્ર બાબુ ભૈયા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આજના ડિજીટલ યુગમાં તેમનું આ પાત્ર સોશિયલ મીડિયા પ મીમ્સને છવાઈ ગયું છે. અત્યાર સુધીમાં ફિલ્મના બે પાર્ટ રિલીઝ આવી ચૂક્યા છે અને હવે તેનો ત્રીજા ભાગ આવવાનો છે. હાલમાં જ પરેશ રાવલે ફિલ્મના ત્રીજા પાર્ટમાં એક્ઝિટ લઈને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. ત્યારે હવે બધું સોલ્વ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.

naidunia_image

હેરા ફેરી 3 માં પરેશ રાવલની વાપસી

પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, પરેશ રાવલે હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે, તેઓએ અક્ષય કુમાર અને પ્રોડક્શન હાઉસ સાથેના બધા મુદ્દાઓ ઉકેલી લીધા છે. આ બાબતે ખુલ્લેઆમ બોલતા તેમણે કહ્યું કે 'હવે બધું બરાબર છે.' ત્યારે આ સમાચાર સાંભળીને ફેન્સ ઘણા જ ખુશ થઈ ગયા છે. હવે ફેન્સને હેરા ફેરી 3 માં ઓજી ત્રિપુટી - અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ એકસાથે જોવા મળશે.