Smriti Mandhana Palash Muchhal: ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ હાલમાં ચર્ચામાં છે. બંનેના લગ્ન 23 નવેમ્બરના રોજ થવાના હતા. પ્રી-વેડિંગ સેરેમની પણ શરૂ થઈ ગઈ હતી, તેમની હલ્દી, મહેંદી અને સંગીતના વીડિયો પણ ઘણા વાયરલ થયા હતા. જોકે અચાનક સ્મૃતિના પિતાની તબિયત બગડતાં લગ્ન મોકૂફ રાખવાના સમાચાર આવ્યા હતા. લગ્ન મોકૂફ થયા બાદથી જ એવી અફવાઓ ફેલાઈ છે કે પલાશે સ્મૃતિને દગો આપ્યો છે.
જાહેરમાં નજરે પડ્યો પલાશ મુચ્છલ
લગ્ન મોકૂફ થયા પછી પલાશ મુચ્છલ પહેલીવાર જાહેરમાં નજરે પડ્યો હતો. તે એરપોર્ટ પર સંપૂર્ણપણે બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. તેણે બ્લેક શર્ટ અને પેન્ટ પહેર્યા હતા. આ સાથે જ તેના હાથમાં એક પુસ્તક અને ફોન પકડેલા હતા. પલાશનો આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
પલાશ પર સ્મૃતિને દગો આપવાના આરોપો
સ્મૃતિ અને પલાશના લગ્ન મોકૂફ થયા પછા સોશિયલ મીડિયા પર એવા સમાચાર ફેલાયા હતા કે પલાશે સ્મૃતિને દગો આપ્યો હતો. પલાશની એક છોકરી સાથેની ચેટ પણ વાયરલ થઈ હતી. જોકે, પલાશ કે સ્મૃતિ તરફથી આ અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
લગ્ન અંગે માતા અમિતા મુચ્છલનું નિવેદન
પલાશની માતા અમિતાએ 'હિન્દુસ્તાન ટાઇમ્સ' સાથે વાત કરીને લગ્ન અંગેની અપડેટ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે સ્મૃતિના પિતાની તબિયત ખરાબ થઈ, ત્યારે પલાશ જ પ્રથમ વ્યક્તિ હતા જેમણે લગ્ન મોકૂફ રાખવાની વાત કરી હતી. અમિતા મુચ્છલે ઉમેર્યું કે પલાશ સ્મૃતિના પિતાની ખૂબ જ નજીક છે. તેઓ કદાચ સ્મૃતિ કરતાં પણ વધારે પલાશની નજીક છે. તેમણે ખાતરી આપી કે સ્મૃતિ અને પલાશના લગ્ન જલ્દી થશે.
