TMKOC: તારક મહેતામાં સોનું ભિડે બનતી નિધિ ભાનુશાળીએ આ કારણોસર શૉ છોડ્યો હતો, 6 વર્ષ બાદ કર્યો ચોંકાવનારો ખુલાસો

7 વર્ષ સુધી સોનું બનીને દર્શકોને મનોરંજન પુરુ પાડનાર નિધિ ભાનુશાળીએ કહ્યું કે, શરૂઆતમાં શીખવા મળ્યું પરંતુ પાછળથી મને લાગ્યું કે, મારી લાઈફમાં શૉ સિવાય કઈ જ નથી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 06 Jul 2025 06:40 PM (IST)Updated: Sun, 06 Jul 2025 06:40 PM (IST)
nidhi-bhanushali-reveals-reason-why-he-quit-tmkoc
HIGHLIGHTS
  • 2012માં નિધિ ભાનુશાળીએ ઝીલ મહેતાને રિપ્લેશ કરી હતી
  • 2019માં નિધિ ભાનુશાળીએ શૉ છોડતાં પલક સિંધવાનીની એન્ટ્રી થઈ
  • ટપ્પુ સેના સાથે તાલમેલ સાધવો મારા માટે સરળ નહતું

TMKOC | Nidhi Bhanushali: સોની સબ ચેનલ પર આવતી કૉમેડી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) આજની તારીખમાં પણ દર્શકોને ભરપુર મનોરંજન પુરુ પાડી રહી છે. જો કે આ સીરિયલ TRP રેટિંગમાં અવ્વલ રહેવા ઉપરાંત તે જૂના કલાકારોની વિદાય અને નવા કલાકારોની એન્ટ્રીને લઈને સતત ચર્ચામાં રહે છે. TMKOCમાં સોનુ ભીડેની ભૂમિકા અત્યાર સુધી 4 કલાકારો ભજવી ચૂક્યા છે. એવામાં 7 વર્ષ સુધી સોનુ ભીડેની ભૂમિકા ભજવનાર નિધિ ભાનુશાલીએ (Nidhi Bhanushali) પોતાના શો છોડવા અંગે મોટો ખુલાસો કર્યો છે.

તારક મહેતા શૉમાં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મારામ ભીડેની દીકરીની ભૂમિકામાં સૌ પ્રથમ ઝીલ મહેતા જોવા મળી હતી. જેને 2012માં નિધિ ભાનુશાળીએ રિપ્લેશ કરી હતી. જે બાદ શૉમાં પલક સિંધવાની સોનુ ભીડે બની હતી, જેણે પણ શૉ છોડી દીધો હતો. જો કે જ્યારે પણ સોનુ ભીડેનું નામ આવે, ત્યારે TMKOCના ફેન્સના મગજમાં સૌથી પહેલા નિધિ ભાનુશાળીની જ કલ્પના કરવા લાગે છે.

નિધિ ભાનુશાળીએ તારક મહેતા સીરિયલ છોડવાનો ખુલાસો કરતાં જણાવ્યું કે, હું 7 વર્ષ સુધી શૉનો એક ભાગ રહી છું. શરૂઆતમાં મને ઘણું શીખવા મળ્યું અને મેં ખૂબ જ ઈન્જોય પણ કર્યું. જો કે પાછળથી એક જ જેવું રૂટીન થઈ જવાથી મને લાગ્યું કે, મારી લાઈફમાં આ શૉ સિવાય બીજુ કશું જ નથી બચ્યું. મારા દિમાગમાં પણ શૉને લઈને ખૂબ જ પ્રેશર રહેતું હતુ.

જ્યારે તમે ભાગી રહ્યા હોવ અને એવું લાગે કે, હવે અટકી જવું જોઈએ અને નિરાંતથી શ્વાસ લેવા જોઈએ. મને પણ એવું લાગ્યું અને આખરે તેજ ઘડીએ મેં શૉ છોડીને લાંબો બ્રેક લેવાનો નિર્ણય લઈ લીધો.

વધુમાં નિધિએ જણાવ્યું કે, શૉની લોકપ્રિય ટપ્પુ સેના સાથે તાલમેલ બેસાડવું સરળ નહતું. મને પણ શરૂઆતમાં સમય લાગ્યો, પરંતુ ધીમે-ધીમે બધા ફ્રેન્ડ બની ગયા.

સોનું ભિડેની ભૂમિકા માટે લગભગ 600 થી 800 છોકરીઓએ ઓડિશન આપ્યું હતુ. મને આશા પણ નહીં કે, મને આ રોલ ઑફર કરવાામં આવશે. જો કે હું શૉર્ટલિસ્ટ થઈ અને આખરે મને તક મળી ગઈ.

જણાવી દઈએ કે, 2019માં નિધિ ભાનુશાળીએ તારક મહેતા સીરિયલ છોડી દીધી અને પોતાના અભ્યાસ પર ધ્યાન આપવા માંડ્યું. બસ ત્યારથી નિધિએ મીડિયા અને સોશિયલ મીડિયાથી નિશ્ચિત અંતર જાળવી રાખ્યું હતુ.