હૈદરાબાદમાં 'CGA Dandiya Ramzat 2026' નો ધમાકેદાર પ્રારંભ: 16 થી 18 ઓક્ટોબર સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમશે

આ ત્રણ દિવસીય આઉટડોર ગરબા મહોત્સવ 16 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર 2026 દરમિયાન મિયાપુર સ્થિત 'લોહિયા કન્વેન્શન' (Lohia Convention, Miyapur, Hyderabad) ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 16 Oct 2026 03:35 PM (IST)Updated: Fri, 16 Oct 2026 03:35 PM (IST)
navratri-2026-cga-dandiya-ramzat-2026-hyderabad-lohia-convention-miyapur-tickets-food
CGA Dandiya Ramzat 2026

CGA Dandiya Ramzat 2026, Hyderabad: હૈદરાબાદમાં વસતા ગુજરાતી સમુદાય અને ગરબા પ્રેમીઓ માટે નવરાત્રી અને ઉત્સવની મોસમમાં એક શાનદાર આયોજન થવા જઈ રહ્યું છે. સિટીમાં 'CGA Dandiya Ramzat 2026' નો ધમાકેદાર પ્રારંભ આજે 16 ઓક્ટોબરથી થઈ રહ્યો છે. આ ત્રણ દિવસીય આઉટડોર ગરબા મહોત્સવ 16 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર 2026 દરમિયાન મિયાપુર સ્થિત 'લોહિયા કન્વેન્શન' (Lohia Convention, Miyapur, Hyderabad) ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.

naidunia_image

આઉટડોર એનર્જી અને ભવ્ય સ્ટેજ સેટઅપ

આ વર્ષે CGA દાંડિયા રમઝટમાં ખેલૈયાઓ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આયોજકો દ્વારા વિશાળ ગ્રાઉન્ડ, ગ્રાન્ડ સ્ટેજ સેટઅપ, ઝગમગતી લાઈટો અને શાનદાર ડેકોરેશન કરવામાં આવ્યું છે. લાઈવ ડીજે અને ટ્રેડિશનલ ફોક મ્યુઝિકના તાલ પર ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ગરબે ઘૂમશે. આયોજનનો મુખ્ય હેતુ સમગ્ર સમુદાયને એકસાથે લાવીને ટ્રેડિશનલ ગરબાનો આનંદ માણવાનો છે.

naidunia_image

ટિકિટ દર અને સ્વાદિષ્ટ ભોજનની સુવિધા

ગરબાના શોખીનો માટે ટિકિટના દર નીચે મુજબ રાખવામાં આવ્યા છે:

  • વન ડે પાસ (One Day Pass): ₹749 પ્રતિ વ્યક્તિ.
  • સીઝન પાસ (3 દિવસ માટે): ₹1,499 પ્રતિ વ્યક્તિ.
naidunia_image

આ આયોજનની સૌથી મોટી ખાસિયત એ છે કે દરેક પાસ સાથે મફત સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડવામાં આવશે. આહારની પસંદગી માટે ત્રણેય દિવસ રેગ્યુલર પ્યોર વેજ, જૈન / સ્વામિનારાયણ અને ઉપવાસ કરનારા ખેલૈયાઓ માટે ફરાળી ભોજન ઉપલબ્ધ રહેશે.

naidunia_image

મર્યાદિત ટિકિટો અને સમયપત્રક

આઉટડોર ગરબા ગ્રાઉન્ડની ક્ષમતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને માત્ર 400 આઉટડોર ટિકિટો જ ઉપલબ્ધ રાખવામાં આવી છે. આ ઈવેન્ટ દરરોજ સાંજે 7:00 વાગ્યાથી શરૂ થશે. ગરબા રસિકો માટે આ આયોજન યાદગાર ક્ષણો માણવાની શ્રેષ્ઠ તક સમાન બની રહેશે.