Falguni Pathak Garba: પરી હું મેં…. મુંબઈમાં ફાલ્ગુની પાઠકના ગરબામાં ઘેલા થયા ખેલૈયા, ત્રણ દિવસના તો પાસ પણ હાઉસફુલ

આ વર્ષે ફાલ્ગુની પાઠક મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગરબાની મોજ કરાવી રહી છે. ફાલ્ગુની પાઠક સ્ટેજ પર આવતાં જ ખેલૈયાઓ ગાંડા થઈ ગયા હતા.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 25 Sep 2025 12:02 PM (IST)Updated: Thu, 25 Sep 2025 12:20 PM (IST)
navratri-2025-falguni-pathaks-garba-song-pari-hoon-main-rocks-mumbai

Falguni Pathak Garba Mumbai 2025: નવરાત્રીમાં સૌથી વધુ ચર્ચામાં રહેતું નામ કોઈ હોય તો તે "ગરબા ક્વીન" ફાલ્ગુની પાઠકનું છે. 56 વર્ષની ઉંમરે પણ ફાલ્ગુની પાઠકના ગરબામાં આજે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. તેનના અવાજ અને ઉર્જાનો જાદુ તેમના ગરબામાં લોકોને ખેંચી લાવે છે. ત્યારે હાલ નવરાત્રીમાં ફાલ્ગુની પાઠક મુંબઈમાં ગરબાની રમઝટ બોલાવી રહી છે.

ફાલ્ગુની પાઠકે કરાવી ગરબાની મોજ

આ વર્ષે ફાલ્ગુની પાઠક મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગરબાની મોજ કરાવી રહી છે. ફાલ્ગુની પાઠક સ્ટેજ પર આવતાં જ ખેલૈયાઓ ગાંડા થઈ ગયા હતા. ગરબારસિકો પરંપરાગત પોશાકમાં ગરબાના તાલે ધુમ્યા હતા.

naidunia_image

આ વર્ષે ફાલ્ગુની પાઠકના ગરબે ઘુમવા માટે ખેલૈયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે ત્રણ દિવસના સિંગલ પાસ તો અત્યારથી હાઉસફુલ છે.

naidunia_image
naidunia_image

ફાલ્ગુની પાઠકના 3 દિવસના પાસ હાઉસફુલ

ઉલ્લેખનીય છે કે નવરાત્રીમાં ફાલ્ગુની પાઠકના ગરબાના પાસ સૌથી વધુ મોંઘા હોય છે. એક વ્યક્તિ દીઠ તેના પાસ 2500 રુપિયાથી ચાલુ થાય છે. તમારે 6 વ્યક્તિ માટે 13000 અને 12 વ્યક્તિ માટે 25000 રુપિયા ચુકવવા પડશે. અને એટલું જ નહિ આગામી 3 દિવસના તો પાસ પણ ઉપલબ્ધ નથી. એટલે કે હાઉસફુલ છે.

naidunia_image

જો તમે આગામી ત્રણ દિવસના ગ્રુપમાં પાસ લેવા માંગો છો તો 12 વ્યક્તિના એક લાખ રુપિયા ચુકવવા પડશે. જો કે તેમાં તમને ફુડ સહિતની સુવિધા મળી શકે છે. જો તમે સિંગલ પાસ ખરીદવા માંગો છો તો 28 સપ્ટેમ્બર પછીના લઈ શકશો. બુક માય શો પર તમે પાસ ખરીદી શકો છો.

અહીં જુઓ ફાલ્ગુની પાઠકના લાઈવ ગરબા (Falguni Pathak Live Garba)