Paresh Goswami Weather Update: ગુજરાતમાં લાંબા સમયથી ઊંચા તાપમાન અને શેકાતી ગરમીનો સામનો કરી રહેલા ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર, ઓક્ટોબરના અંતિમ દિવસોથી વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ જશે અને નવેમ્બર મહિનાની શરૂઆતથી તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળશે.
મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો
રાજ્યમાં અગાઉ મહત્તમ તાપમાન 36 થી 39°C અને અમુક જગ્યાએ 40 થી 41°C સુધી પહોંચી ગયું હતું. હવે મહત્તમ તાપમાન ઘટીને 35°C ની રેન્જમાં આવી ચૂક્યું છે. બીજી તરફ રાત્રિનું લઘુતમ તાપમાન ઘટીને 19 થી 22°C ની આસપાસ પહોંચી ગયું છે, જેનાથી રાત્રિના સમયે ગુલાબી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં તાપમાન નોર્મલ નજીક આવી જશે.
30 ઓક્ટોબરથી વાતાવરણ બદલાશે, છૂટાછવાયા ઝાપટાંની શક્યતા
- બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ અને નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 30 ઓક્ટોબરથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.
- 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર: રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
- પહાડી વિસ્તારોમાં બરફવર્ષા: 31 ઓક્ટોબરથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારો જેવા કે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા થશે.
12 થી 15 નવેમ્બરથી તીવ્ર ઠંડીની વિધિવત શરૂઆત
- પહાડી વિસ્તારોમાં થનારી બરફવર્ષાને કારણે ઉત્તર-પૂર્વ દિશાના બર્ફીલા પવનો આવશે.
- 1 થી 5 નવેમ્બર: તાપમાનમાં સતત ઘટાડો નોંધાશે.
- 12 થી 15 નવેમ્બર: ગુજરાતમાં તીવ્ર ઠંડી અને વિધિવત શિયાળાના રાઉન્ડની શરૂઆત થવાની પૂર્ણ શક્યતા છે.
- પવનની ઝડપ: હાલમાં પવનની ઝડપ નોર્મલ નજીક 14 થી 18 કિમી પ્રતિ કલાકની રહેલી છે, જે આવનારા દિવસોમાં પણ જળવાઈ રહેશે.
