Kinjal Dave Navratri 2025 Surat: નવરાત્રી 2025નો થનગનાટ શરૂ થઈ ગયો છે. પાર્ટી પ્લોટ, ક્લબ સહિત શેરી ગરબામાં ખેલૈયાઓથી ભરાઈ ગયા છે. ત્યારે આ વખતે ગરબા ક્વિન કિંજલ દવે સુરતમાં ગરબાની રમઝટ બોલાવી રહી છે. પહેલા જ દિવસે તેણે સુરતીલાલાઓને જલસો કરાવી દીધો હતો.
કિંજલ દવેનો રોકસ્ટાર જેવો લુક
ગરબાની સાથે કિંજલ દવેનો લુક પણ આકર્ષણનો કેન્દ્ર બન્યો હતો. તેનો લુક એક રોકસ્ટાર જેવો લાગી રહ્યો હતો. મોર્ડન ઢબે તૈયાર કરાયેલી તેની ચણિયા ચોળી ખૂબ અદભૂત લાગી રહી હતી. કિંજલ દવેની રોક સ્ટાર જેવી સ્ટાઈલ પર લોકો ફિદા થઈ ગયા હતા.
કિંજલ દવે આ વખતે નવરાત્રિના દસેદસ દિવસ સુરતની યશવી નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવતી નજરે પડશે. કિંજલ દવેના તાલે ઝુમવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે.
