Manorath Jeev Lyrics in Gujarati, Laalo Krishna Sada Sahaayate: ગુજરાતી ફિલ્મ ‘લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે’નું ગીત મનોરત જીવ… લોકોના દિલમાં વસી ગયું છે. લોકો પોતાની કોલરટ્યુન રાખી રહ્યા છે. સોશિયલ મીડિયામાં રિલ્સમાં પણ આ ગીત વારંવાર આવી આડું આવી રહ્યું છે. યુટ્યુબ પર આ ગીત 88 લાખ વાર જોવાઈ ચૂક્યું છે.
લાલો ફિલ્મ કમાણીની દ્રષ્ટી ગુજરાતી સિનેમામાં ઈતિહાસ રચવા તરફ આગળ વધી રહી છે. 100 કરોડની કમાણીની નજીક પહોંચી ગઈ છે. હજુ પણ લાલોની ટીમ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આજે રિવા રાચ્છ અને શ્રુહદ ગોસ્વામી મહેસાણામાં પ્રમોશન માટે જવાના છે. લાલોને થિયટરમાં પણ હજુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આ પણ વાંચો
મનોરથ જીવ લિરિક્સ ગુજરાતીમાં | Manorath Jeev Lyrics in Gujarati
જાલીને મનોરથ જીવતું …
જાલીને મનોરથ જીવતું
મ્હાલી રે માયાને જીવતું
અધીરોને વ્યાકુળ થઈને
પામે રે કશું નહી જીવતું
હો અધીરોને વ્યાકુળ થઈને
પામે રે કશું નહી જીવતું
પારેવા ઉડે એ દિશે
મનડા તારે ના જાવું
નથી ત્યાં એ માળો તારો
નથી સરનામું તારું
હે બાકી તો બધુ એ ખોટું
બાકી તો બધુ એ ખોટું
એક તારો મારગ હાચો
માયા કેરી ચાદર ઓઢી
પામે રે કશું નહી જીવતું.
Singer: કીર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi)
Music Composed & Produced by: સ્મિત જય (Smmit Jay)
Lyrics: પ્રેમ ડી. દવે (Prem D. Dave)
Guitars: ઈશાન દાસ (Ishan Das)
Flute: ઈશાન દાસ (Shashank Acharya)
Backing Vocals Production: પરિતોષ પાંડે (Paritosh Pande)
Chorus: કીયુર વાઘેલા, પ્રિયેશ હિરપરા, નિધિ ઈચ્છાપોરિયા કંથારિયા, હેટેક્સી ત્રિવેદી (Keyur Vaghela, Priyesh Hirpara, Nidhi Ichhaporia Kantharia, Hetaxi Trivedi)
Mixed & Masterd BY: દીપક સુગાથન (Deepak Sugathan)
Recording Studios: Vocals (Kirtidan Gadhvi) recorded at Audile Sound Lab, Ahmedabad
Recordist: શિવ પટેલ (Shiv Patel (Audile Sound Lab) Chorus recorded at 7 Hertz Studio, Surat)
Recordist: જીમી દેસાઈ (7 હર્ટ્ઝ સ્ટુડિયો) Jimmy Desai (7 Hertz Studio)
લાલો ફિલ્મની વાર્તા (Story of Laalo Krishna Sada Sahaayate)
ફિલ્મની વાર્તા એક સામાન્ય રિક્ષાચાલક લાલો (કરણ જોશી)ની આસપાસ ફરે છે, જે પોતાના ભૂતકાળના પાપો, દુઃખ અને જીવનની મુશ્કેલીઓથી પીડિત છે. લાલોનું જીવન એક પ્રમાણભૂત માણસનું જ છે – પરિવાર, વ્યસનની સમસ્યાઓ અને આર્થિક તંગીઓ વચ્ચે ઝઝૂમતું. તેની પત્ની તુલસી (રીવા રાચ્છ) તેના સાથે ઊભી રહીને પણ વ્યસન અને અન્યયોની સમસ્યાઓથી ત્રસ્ત છે. આ કહાણી દર્શાવે છે કે 'વ્યક્તિ ખરાબ નથી હોતો, સમય ખરાબ હોય' અને સંબંધોમાં શરૂઆતના પ્રેમને યાદ રાખીને આગળ વધવું જરૂરી છે. અવાવરૂ જગ્યાએ બંધ ઘરમાં ફસાયેલા લાલાને ભગવાન કેવી રીતે બહાર કાઢે છે અને લાલાની ગેરહાજરીમાં પરિવારની શું હાલત થાય છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે.
