Malhar Thakar and Puja Joshi wedding video: અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોશી તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. તેમના લગ્નમાં અનેક ગુજરાતી સેલિબ્રિટીએ હાજરી આપી હતી. મલ્હાર ઠાકરે સોશિયલ મીડિયા પેજ પર પોતાના લગ્નનો એક સુંદર વીડિયો શેર કર્યો છે. લગ્નના આઉટફિટમાં કપલ ખુબજ સુંદર લાગી રહ્યું છે. મલ્હાર અને પૂજા પણ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે.
તમે માનશો નહીં આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ અત્યાર સુધીમાં 34 લાખ વાર જોવાઈ ચૂકયો છે. સાથે બન્નેના ચાહકોએ તેમના પર અભિનંદનનો વરસાદ પણ કર્યો છે. ઘણા ચાહકો તેમને પાવર કપલ કહી રહ્યા છે.
મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ કોરોના કાળ દરમિયાન ‘વાતવાતમાં’ નામની વેબસિરીઝ કરી હતી. આ દરમિયાન તેઓ એકબીજાના નિકટ આવ્યા હતા. આ સિવાય પણ મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ ‘વીર ઈશાનું શ્રીમંત’ અને ‘લગ્ન સ્પેશિયલ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.