Malaika Arora Arjun Kapoor: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા તેની અંગત જિંદગીને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. મલાઈકાએ પહેલા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના ઘણા વર્ષો પછી બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો. છૂટાછેડા બાદ મલાઈકા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં આવી, પરંતુ થોડા વર્ષો પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. હાલમાં મલાઈકા સિંગલ છે. ત્યારે હાલમાં તેણે પ્રેમ અને લગ્ન વિશે ખુલીને વાત કરી છે.
હું પ્રેમમાં વિશ્વાસ કરું છું
પિંકવિલા સાથેની વાતચીતમાં મલાઈકાને પૂછવામાં આવ્યું કે શું તે ફરીથી પ્રેમમાં પડવા ઈચ્છશે, તો તેણે સ્પષ્ટપણે કહ્યું કે ક્યારેય ના ન કહો. હું હાર્ડકોર રોમેન્ટિક છું, હું પ્રેમમાં વિશ્વાસ કરું છું, તેથી ક્યારેય ના ન કહો. આ નિવેદન સૂચવે છે કે મલાઈકા ભવિષ્યમાં ફરીથી પ્રેમમાં પડવા માટે તૈયાર છે.
આટલી જલ્દી લગ્ન કરવાની જરુર નથી
મલાઈકા તેના યુવા ચાહકોને શું સંદેશ આપવા ઈચ્છશે પુછવામાં આવ્યું ત્યારે ત્યારે એક મહત્વપૂર્ણ સલાહ આપી. તેણે કહ્યું કે લગ્ન કરવા માટે તમારો સમય લો. છોકરીઓને આટલી જલ્દી લગ્ન કરવાની જરૂર નથી. થોડું કામ કરો, પોતાને સ્વતંત્ર બનાવો. જીવનને સમજો. મેં જ્યારે લગ્ન કર્યા ત્યારે હું ઘણી નાની હતી. આ નિવેદન દર્શાવે છે કે મલાઈકા યુવાન છોકરીઓને સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાનું મહત્વ સમજાવવા માંગે છે.
કરીના કપૂર અને કરિશ્મા કપૂર વિશે શું કહ્યું
પોતાની અંગત જિંદગી ઉપરાંત મલાઈકાએ તેની મિત્રતા વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે તે કરીના કપૂર અને કરિશ્મા કપૂર સાથે ગાઢ મિત્રતા ધરાવે છે અને તેઓ હંમેશા એકબીજાની સાથે ઊભા રહે છે, ખાસ કરીને મુશ્કેલ સમયમાં.
