Harsha Richhariya Video: મહાકુંભમાં વાયરલ થયેલી સુંદર સાધ્વી હર્ષા રિછારિયાએ આત્મહત્યાની ધમકી આપી છે. હર્ષાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને તેનું કારણ જણાવ્યું છે. જેમાં તે રડતાં રડતાં તેનું દર્દ કહી રહી છે.
મારા ખોટા વીડિયો વાઈરલ કરી રહ્યા છે...
હર્ષા રિછારિયાએ વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે મારા ઓળખીતા લોકો મારા ખોટા વીડિયો શેર કરી રહ્યા છે. આ ખોટા વીડિયોને કારણે મારી બદનામી થઈ રહી છે, જે લોકો મારા ખોટા વીડિયો વાઈરલ કરી રહ્યા છે તેવા નામ મારી પાસે આવી ગયા છે. હું એટલી પરેશાન થઈ રહી છું કે એવું થઈ રહ્યું છે કે આત્મહત્યા કરી લઉં.
મેં આત્મહત્યા કરી લીધી તો ...
હર્ષા રિછારિયાએ આગળ કહ્યું કે મારા એઆઈ વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. રોજના ઢગલો મેસેજ આવે છે. જો મેં આત્મહત્યા કરી લીધી તો એ તમામ લોકોના નામ સુસાઈડ નોટમાં લખીને જઈશ જેમણે મને હેરાન કરી છે અને કહીશ કે તેમણે મારી સાથે શું કર્યું છે.
મેં ક્યારેય નથી કહ્યું કે હું સાધ્વી છું...
વીડિયોમાં હર્ષા રિછારિયાએ એ પણ કહ્યું કે તેણે મહાકુંભમાં હિન્દુત્વ સનાતન માટે કામ કરવાનો સંકલ્પ લીધો હતો. પરંતુ કેટલાક ધર્મવિરોધી લોકો મને આગળ વધતાં અટકાવી રહ્યા છે. મારા વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. મને પુછી રહ્યા છે કે આ સાધ્વી કેવી રીતે હોઈ શકે. મેં ક્યારેય નથી કહ્યું કે હું સાધ્વી છું.
