Laalo Krishna Sada Sahaayate: કિર્તીદાન ગઢવીના અવાજમાં ગવાયેલું 'મનોરથ જીવ' ગીત સુપરહિટ, YouTube પર 8 મિલિયનથી વધુ વ્યૂઝનો રેકોર્ડ

ગુજરાતી ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' (Laalo - Krishna Sada Sahaayate) બોક્સ ઓફિસ બાદ હવે ડિજિટલ પ્લેટફોર્મ અને મ્યુઝિક ચાર્ટ પર પણ નવા રેકોર્ડ બનાવી રહી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 22 Nov 2025 02:55 PM (IST)Updated: Tue, 25 Nov 2025 10:19 AM (IST)
laalo-krishna-sada-sahaayate-manorath-jeev-song-kirtidan-gadhvi-8-million-views-record

Laalo Krishna Sada Sahaayate: ગુજરાતી ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' (Laalo - Krishna Sada Sahaayate) બોક્સ ઓફિસ બાદ હવે ડિજિટલ પ્લેટફોર્મ અને મ્યુઝિક ચાર્ટ પર પણ નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મનું લોકપ્રિય ગીત 'મનોરથ જીવ' (Manorath Jeev Song) સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને તેને દર્શકો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.

ગુજરાતના લોકલાડીલા ગાયક કિર્તીદાન ગઢવી (Kirtidan Gadhvi) ના અવાજમાં ગવાયેલા આ ગીતે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને જાણકારી આપી છે કે, આ ગીતને YouTube પર 8 Million+ (80 લાખથી વધુ) વ્યૂઝ મળ્યા છે, જે ગુજરાતી ફિલ્મ સંગીત માટે એક મોટી સિદ્ધિ છે.

ડિજિટલ પ્લેટફોર્મ પર 'મનોરથ જીવ' નો દબદબો

માત્ર યુટ્યુબ જ નહીં, પરંતુ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ આ ગીતનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.આ ગીત પર અત્યાર સુધીમાં 300K+ (3 લાખથી વધુ) ઈન્સ્ટાગ્રામ રીલ્સ બની ચૂકી છે, જે દર્શાવે છે કે યુવાનોમાં આ ગીત કેટલું પ્રિય છે. Spotify અને અન્ય ઓડિયો પ્લેટફોર્મ્સ પર ગીતને 500K+ (5 લાખથી વધુ) વખત સ્ટ્રીમ કરવામાં આવ્યું છે.

ગીતની સફળતા પાછળની ટીમ

આ ભાવુક અને આધ્યાત્મિક ગીતને સંગીતબદ્ધ સ્મિત જય દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે તેના હૃદયસ્પર્શી શબ્દો ગીતકાર પ્રેમ ડી દવે દ્વારા લખવામાં આવ્યા છે. અંકિત સખિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં કિર્તીદાન ગઢવીનો બુલંદ અવાજ ગીતને એક અલગ જ ઊંચાઈ પર લઈ જાય છે.

મનોરથ જીવ

'લાલો: કૃષ્ણ સદા સહાયતે'નું લોકપ્રિય ગીત 'મનોરથ જીવ' ફિલ્મના આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનિક ભાવોને સુંદર રીતે વ્યક્ત કરે છે. કિર્તીદાન ગઢવીના ભાવસભર અને શક્તિશાળી અવાજે આ ભજનને અનોખી ઊંચાઈ આપી છે. ગીત મનુષ્યની અનંત ઇચ્છાઓ (મનોરથ) અને સંસારની માયાના જાળ વિશે ઊંડો સંદેશ આપે છે. તેના શબ્દો-'માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું', શ્રોતાઓને જીવનની હકીકત સાથે સામસામે મૂકે છે અને વિચાર કરવા પ્રેરિત કરે છે. જૂનાગઢના ગિરનાર અને દામોદર કુંડના પવિત્ર વાતાવરણમાં ફિલ્માયેલી આ રચના, ગીતને વધુ આધ્યાત્મિક અને ગહન બનાવે છે.