કિંજલ રબારીએ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં કર્યો મોટો બદલાવ: પ્રોફાઈલ હેન્ડલ 'thekinjalashok' કર્યું, Bioમાંથી ભાઈનો નંબર હટાવ્યો

કિંજલ રબારીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અગાઉ 'ધ કિંજલ રબારી' (thekinjalrabari) નામ લખેલું હતું, જેને બદલીને હવે તેમણે 'thekinjalashok' કરી દીધું છે. આ સિવાય, પ્રોફાઈલમાં ડિસ્પ્લે નેમ તરીકે 'Kinjal desai' રાખવામાં આવ્યું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 11 Sep 2026 03:10 PM (IST)Updated: Fri, 11 Sep 2026 03:10 PM (IST)
kinjal-rabari-changes-instagram-username-to-the-kinjal-ashok-controversy-update
કિંજલ રબારી

Kinjal Rabari Instagram Profile Change: ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અચાનક મોટો બદલાવ કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તાજેતરમાં પોતાના અંગત જીવન અને લગ્નને લઈને સતત ચર્ચામાં રહેલી આ ગાયિકાએ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલનું યુઝરનેમ અને બાયો સંપૂર્ણપણે અપડેટ કરી દીધું છે.

યુઝરનેમ અને પ્રોફાઈલ બાયોમાં ફેરફાર

કિંજલ રબારીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અગાઉ 'ધ કિંજલ રબારી' (thekinjalrabari) નામ લખેલું હતું, જેને બદલીને હવે તેમણે 'thekinjalashok' કરી દીધું છે. આ સિવાય, પ્રોફાઈલમાં ડિસ્પ્લે નેમ તરીકે 'Kinjal desai' રાખવામાં આવ્યું છે. આ ફેરફાર ઉપરાંત, પ્રોફાઈલ બાયોમાંથી તેમના ભાઈ કિરણ રબારીનું નામ અને સ્ટેજ શો તેમજ પ્રોગ્રામ બુકિંગ માટે આપવામાં આવતો સંપર્ક નંબર પણ સંપૂર્ણપણે ડિલીટ કરી દેવામાં આવ્યો છે. હાલ તેમના બાયોમાં માત્ર "જય દ્વારિકાધીશ.." લખેલું જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ અપડેટ સામે આવ્યા બાદ ફેન્સ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

કિંજલ રબારીનો તાજેતરનો વિવાદ અને કાનૂની મામલો જાણો

ઉલ્લેખનીય છે કે, કિંજલ રબારી તાજેતરમાં પોતાના લગ્ન અને મૈત્રી કરારને લઈને ભારે વિવાદમાં આવ્યા હતા. અગાઉ તેમના અપહરણની અફવાઓ અને સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ મૈત્રી કરાર કરનાર મુકેશ દેસાઈ દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે, સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચતા કિંજલ રબારીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પુખ્ત વયના નાગરિક છે અને પોતાની મરજીથી સ્વેચ્છાએ પોતાના પતિ અશોક ચૌધરી સાથે રહેવા ગયા છે. હાઈકોર્ટે કિંજલ અને અશોક ચૌધરીને પોલીસ પ્રોટેક્શન આપવા આદેશ કર્યો હતો અને અપહરણની ફરિયાદ પર વચગાળાનો સ્ટે આપ્યો હતો.