Kinjal Rabari Photos: કિંજલ રબારી અને મુકેશ દેસાઈના લગ્નની નવી તસવીરો સામે આવી

કિંજલ રબારી અને મુકેશ દેસાઈના આ શુભ પ્રસંગમાં પરિવારજનો, નજીકના સગા-સંબંધીઓ અને ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો પણ હાજર રહ્યા હતા. લગ્ન સમારંભમાં રજવાડી ઠાઠ અને પરંપરાગત વાતાવરણ છવાયેલું જોવા મળ્યું હતું.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 11 Sep 2026 12:14 PM (IST)Updated: Fri, 11 Sep 2026 12:14 PM (IST)
kinjal-rabari-and-mukesh-desai-wedding-new-photos-surface-online
કિંજલ રબારી લગ્ન ફોટા

Kinjal Rabari-Mukesh Desai Wedding Photos: ગુજરાતની જાણીતી અને લોકપ્રિય સિંગર કિંજલ રબારી અને મુકેશ દેસાઈ પ્રભુતામાં પગલાં પાડીને લગ્નગ્રંથીથી જોડાયા હતા. બંનેના લગ્ન સમારંભની સુંદર તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પરંપરાગત રીત-રિવાજો સાથે યોજાયેલા આ લગ્ન સમારંભમાં બંનેનો રોયલ અને દેશી અંદાજ ચાહકોના દિલ જીતી રહ્યો છે.

naidunia_image

naidunia_image

રોયલ લૂકમાં ચમક્યા કિંજલ અને મુકેશ

સામે આવેલી લગ્નની તસવીરોમાં કિંજલ રબારી ટ્રેડિશનલ મરૂન અને ગ્રીન કલરના ચણિયાચોળી, ભારે જ્વેલરી અને દેશી કન્યાના શણગારમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. જ્યારે દૂલહા રાજા મુકેશ દેસાઈ ઓફ-વ્હાઈટ રંગની શેરવાની, માથે રજવાડી સાફો અને હાથમાં તલવાર સાથે શાહી અંદાજમાં નજરે પડે છે. દર્પણ સામે તૈયાર થતી કિંજલ અને તેની પાછળ પ્રેમથી જોઈ રહેલા મુકેશ દેસાઈનો મિરર પોઝ ચાહકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

naidunia_image

સોશિયલ મીડિયા પર ફેન્સ આપી રહ્યા છે શુભકામનાઓ

લગ્નના કપલ પોઝ, વીંટી પહેરાવતી વખતે અને એકબીજા સાથેના ઈમોશનલ મોમેન્ટ્સની રોમેન્ટિક ક્લિક્સ ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થતાં જ ગુજ્જુ સેલેબ્સ, ચાહકો અને સંગીતપ્રેમીઓ આ નવદંપતીને નવા જીવનની શરૂઆત માટે ઉમળકાભેર વધાવી રહ્યા છે અને કોમેન્ટ સેક્શનમાં રોયલ કપલને ભારે માત્રામાં શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

naidunia_image

પરાગત શૈલીમાં યોજાયો પ્રસંગ

કિંજલ રબારી અને મુકેશ દેસાઈના આ શુભ પ્રસંગમાં પરિવારજનો, નજીકના સગા-સંબંધીઓ અને ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો પણ હાજર રહ્યા હતા. લગ્ન સમારંભમાં રજવાડી ઠાઠ અને પરંપરાગત વાતાવરણ છવાયેલું જોવા મળ્યું હતું.

naidunia_image

કિંજલ રબારી વિવાદ વિશે જાણો

આ સમગ્ર વિવાદે ત્યારે વળાંક લીધો હતો જ્યારે કિંજલ, મુકેશ રબારી અને પરિવારજનો ચાંદખેડાના સી.બી.ડી. મોલ ખાતે ફિલ્મ જોવા ગયા હતા. મુકેશ દેસાઈની ફરિયાદ મુજબ, મોલની બહાર અજાણ્યા શખસોએ તેને પકડી રાખ્યો હતો અને કિંજલને કારમાં બેસાડીને લઈ ગયા હતા. આ ઘટના બાદ ચાંદખેડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

naidunia_image

જોકે, આ વિવાદ બાદ કિંજલ રબારીએ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં એક પત્ર લખીને સ્પષ્ટતા કરી હતી કે તે બળજબરીથી નહીં પરંતુ પોતાની મરજીથી અશોક ચૌધરી પાસે ગઈ છે. આ પત્ર અને હાઈકોર્ટમાં કિંજલના સીધા નિવેદન બાદ હવે અપહરણના દાવાઓ પોકળ સાબિત થયા છે.

naidunia_image

naidunia_image