Kinjal Dave Navratri 2026 Schedule: મા આરાધનાના મહાપર્વ નવરાત્રી 2026 માટે માયાનગરી મુંબઈમાં તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. બોરીવલી પશ્ચિમમાં આવેલું પ્રખ્યાત કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ-1 (Korakendra Ground 1) આ વર્ષે ફરી એકવાર ખેલૈયાઓથી ગુંજી ઊઠશે. નાયડુ ક્લબ (Naidu Club) અને ટ્રાઇબ વાઇબ (Tribe Vibe) ના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'કોરાકેન્દ્ર નવરાત્રી 2026' માં ગુજરાતની લોકપ્રિય અને સૂરિલી સિંગર કિંજલ દવે પોતાના લોકગીતો અને ગરબાના તાલ પર લોકોને ઝૂમાવશે.
10 રાતો સુધી અનલિમિટેડ ગરબાની ધમાલ
કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ-1 ખાતે 10 રાતો સુધી સતત અનલિમિટેડ ગરબાના ભવ્ય આયોજનની જાહેરાત કરવામાં આવી છે. 'ચાર ચાર બંગડીવાળી ગાડી' ફેમ કિંજલ દવેની લાઈવ પ્રસ્તુતિ આ વર્ષનું મુખ્ય આકર્ષણ રહેશે. મુંબઈ તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ખેલૈયાઓ કિંજલ દવેના તાલ પર ગરબે ઘૂમવા માટે આતુર છે.
પાસ અને ટિકિટના દરોની વિગતો
આયોજકો દ્વારા નવરાત્રી 2026 માટે પાસનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર 10 દિવસ માટેના સિઝન પાસના દરો નીચે મુજબ નક્કી કરવામાં આવ્યા છે:
- રેગ્યુલર સિઝન પાસ: 5130 રૂપિયા (પ્રતિ વ્યક્તિ)
- VIP સિઝન પાસ: 6300 રૂપિયા (પ્રતિ વ્યક્તિ)
આ ઉપરાંત, દૈનિક પાસના ભાવ તારીખ મુજબ અલગ-અલગ રાખવામાં આવ્યા છે:
- 11મી થી 15મી તારીખ તેમજ 20મી તારીખ: 810 રૂપિયા પ્રતિ દિવસ
- 16મી થી 19મી તારીખ (વીકેન્ડ અને ખાસ દિવસો): 1170 રૂપિયા પ્રતિ દિવસ
પાસ બુકિંગ અને સ્થળની માહિતી
ગરબા પ્રેમીઓ આ ભવ્ય આયોજન માટેના પાસ 'BookMyShow' એપ અને વેબસાઈટ પરથી ઓનલાઈન બુક કરી શકે છે. આ ઉપરાંત, ગ્રુપ બુકિંગ અથવા પાસ સંબંધિત વધુ માહિતી માટે 9769385111 પર સંપર્ક કરી શકાશે.
કાર્યક્રમનું સ્થળ: કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ 1, આર.એમ. ભટ્ટડ રોડ, હરિદાસ નગર, બોરીવલી વેસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર.
